છોટાઉદેપુર : જીલ્લા બહારનો કદવાલ પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓ દ્દારા રાજયના પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી તેમજ જેલ ફરારી કેદીઓ અને નાસતા ફરતા આરોપીઓ પકડવા અંગેની ડ્રાઈવ ચાલતી હોય જે અંગે સંદિપસીંધ સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા આર.વી.ચુડાસમા સાહેબ, ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો, વચગાળાના જામીન, પોલીસ જાપ્તામાંથી અને જેલ ફરારી કેદીઓ તેમજ જીલ્લાના અને જીલ્લા બહારના તથા રાજય બહારના નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા અમલદાર તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને. કે.કે.પરમાર, પોલીસ સબ ઈન્સ્પેકટર, પેરોલ ફર્લો સ્કવોડ, છોટાઉદેપુર તથા સ્ટાફના પોલીસ માણસોને મળેલ ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે કદવાલ પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં.૦૬૯૯/૨૦૨૩ પ્રોહી કલમ ૬૫ એ.ઇ, ૯૮(૨) ૮૧, ૮૩, ૧૧૬(બી) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી પોતાના ગામેથી અંગત કામકાજ અર્થે છોટાઉદેપુર તરફ ખાનગી વાહનમાં આવતો હોવાની મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે છોટાઉદેપુર ટાઉન, પેટ્રોપંપ ચોકડી ખાતે અલગ-અલગ ટીમ બનાવી યોગ્ય વાહન ચેકિંગ કરી વાહન ચેકિંગ દરમ્યાન હકિકત વાળો ઈસમ મળી આવતાં તેને પકડી પાડી ઉપરોકત ગુન્હાના કામે CRPC 41(1) I મુજબ અટકાયત કરી વધુ કાર્યવાહી અર્થે જેતપુરપાવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ ઇસમઃ-
ગોવિંદભાઇ સોમાભાઇ નાયકા રહે.દેવીરામપુરા, પટેલ ફળીયા, તા.દેવગઢબારીયા, જી.દાહોદ
સારી કામગીરી કરનાર:-
(૧) પો.સ.ઇ. કે.કે.પરમાર
(૨) હે.કો.રાજેશભાઇ મનુભાઇ
(૩) હે.કો.અમરસીંગભાઇ શંકરભાઇ
(૪) હે.કો.વિજયભાઇ નગીનભાઇ
(૫) પો.કો.મહમદસાદિક અબ્દુલભાઇ
(૬) પો.કો.યોગેશભાઇ નથુભાઇ
(૭) ડ્રા.હે.કો. યોગેશભાઇ નારણભાઇ નાઓ જોડાયેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here