નેનાવા ચેકપોસ્ટ ખાતેથી મહિન્દ્રા પીકઅપ ડાલા નં. RJ-04-GB-9952ની માંથી ગે.કા અને વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/ટીન બિયરનો જથ્થો પકડી પાડતી ધાનેરા પોલીસ

ધાનેરા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરૂણકુમાર દુગ્ગલ સાહેબ નાઓની સુચના અન્વયે જીલ્લા માંથી દારૂની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સારૂ મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પુજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદ નાઓના સુચના તથા માર્ગદર્શન મુજબ આજરોજ I/C પોલીસ ઇન્સપેક્ટર બી.સી.છત્રાલીયા ધાનેરા તથા અ.હેઙકો ગોવિંદભાઇ અરજણભાઇ તથા અ.પો.કો પ્રકાશભાઇ લાધાભાઇ તથા અ.પો.કો ભુરાભાઇ કેવદાભાઇ તથા અ.પો.કો વિક્રમભાઇ પીરાભાઇ તથા આ.પો.કો સરદારસિંહ ગણેશાજી તથા આ.પો.કો દેવાભાઈ રામજીભાઇ તથા અ.પો.કો રમેશભાઇ નવાભાઇ નેનાવા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકીંગમાં હતા  દરમ્યાન મહિન્દ્રા પીકઅપ ડાલા નં. *RJ-04-GB-9952* માંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ/ટીન બિયરની પેટીઓ નંગ-૨૧ બોટલો નંગ-૮૮૮ કિ.રૂ. ૧,૦૪,૦૪૦/- તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ. ૫૦૦૦/- તથા મહિન્દ્રા પીકઅપ ડાલા નં. RJ-04-GB-9952ની કિં.રૂ.૬,૦૦,૦૦૦/- એમ મળી કુલ કિં.રૂ. ૭,૦૯,૦૪૦/- ના મુદ્દામાલ સાથે *હરદાનભાઇ સ/ઓ કલારામ અદારામ જાતે જાટ (સિયાગ) રહે.તારાન્ત્રા તા-ચૌહટન જી.બાડમેર(રાજસ્થાન)* વાળાને પકડી પાડી ગાડી ચાલક વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here