જેતપુર-પાવી તાલુકામાં શિહોદ પાસે આવેલ ભારજ નદીનો બ્રિજ પર ભારે વાહન વ્યવહાર બંધ અંગેનું પ્રથમ જાહેરનામું

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

છોટાઉદેપુર જીલ્લાના જેતપુર-પાવી તાલુકામાં શિહોદ પાસેથી પસાર થતા નેશનલ હાઈવે નં-૫૬ પર આવેલ ભારજ નદીનો બ્રિજ તા. ૨૯/૦૭/૨૦૨૩ના રોજ નજરે પડેલ સેટલમેન્ટને કારણે ભારે વાહન વ્યવહાર બંધ અંગેનું પ્રથમ જાહેરનામું તા. ૧૨/૧૦/૨૦૨૩ થી તા. ૧૧/૧૧/૨૦૨૩ સુધીના સમયગાળા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ કચેરી દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. જે કાર્યપાલક ઈજનેરશ્રી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ, વડોદરાના પત્રથી સદર પુલને આરટીઓ પાસિંગ કેપેસિટી મુજબ ટુ-વ્હિલર વાહનો તથા ફોર-વ્હિલર વાહનો તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને તથા રાહદારી માટે શરતોને આધીન ખુલ્લો મુકવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
વર્તમાન પરિસ્થિતીને ધ્યાને લેતા તા. 10/11/2023થી જાહેરનામાની સમય મર્યાદા વધારીને તા. 12/11/2023થી તા. 11/12/2023 સુધી (બંન્ને દિવસો સહિત) કરવામાં આવી છે. જેના અંતર્ગત આરટીઓ પાસિંગ કેપેસિટી મુજબ ટુ-વ્હિલર વાહનો તથા ફોર-વ્હિલર વાહનો તેમજ ખાસ સંજોગોમાં એમ્બ્યુલન્સ જેવા વાહનોને મહત્તમ 20 કિમી/કલાક ઝડપ મર્યાદા સાથે પુલ પરથી પસાર થવા દેવામાં આવશે તથા પુલા પર વાહન પાર્કિંગની સખત મનાઈ ફરમાવામાં આવી છે. તેમજ ઓવરલોડ વાહનોને કોઈ પણ સંજોગોમાં પુલ પરથી પસાર થવા દેવામાં આવશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમ, 1951ની કલમ-131 મુજબ શિક્ષાને પાત્ર થશે. છોટાઉદેપુર જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડીને જાહેર જનતાને જાણ કરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here