નર્મદા જીલ્લાના માંગુ ગામના નિવૃત્ત પોલીસ જમાદારની કરપીણ હત્યા

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

હત્યારાઓએ હત્યા કરી સમગ્ર મામલા ને અકસ્માત નો રુપ આપવા મૃતક ના સ્કુટર સહિત લાશ ને પહાડ ગામ ના પુલ પાસે નાખી

નાણાં ની ઉધરાણી કરનારા નિવૃત્ત જમાદાર ને નાણાં કીય લેવડ દેવડ મા હત્યા કરાઇ હોવાનું પોલીસ તપાસ મા બહાર આવ્યું

નર્મદા જીલ્લા ના તિલકવાડા તાલુકા ના માંગુ ગામ ના નિવૃત્ત પોલીસ જમાદાર ની કરપીણ હત્યા કરી તેની લાશ માર્ગ ની સાઇડે ફેંકી સમગ્ર મામલો અકસ્માત મા ખપાવવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ નર્મદા જીલ્લા LCB પોલીસે ટેકનિકલ સર્વેલન્સ ના આધારે સમગ્ર પ્રકરણ નો ભેદ ગણતરી ના કલાકો માજ ઉકેલ્યો હતો અને ચાર યુવાનો સામે હત્યા નો ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકા ના માંગુ ગામ ખાતે રહેતા અને પોલીસ તંત્ર ના વિભાગ ના જેલ વિભાગ મા જમાદાર ની ફરજ બજાવી નિવૃત્ત થયેલ શનાભાઈ બારીયા ઉ.વર્ષ. 70 નાઓની લાશ ગત તારીખ 9 મીના રોજ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે હાહાકાર મચ્યો હતો. લાશ હત્યા કરી ફેંકી દેવાઇ કે અકસ્માત થયો ની ચર્ચા ઓએ જોર પકડ્યું હતું, આ મામલે તિલકવાડા પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

સમગ્ર મામલે તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ ગામીત , એમ.બી. વસાવા એ તેમજ નર્મદા જીલ્લા LCB પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ એ.એમ. પટેલ સહિત ના સ્ટાફે બનાવ ની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી જેમા ટેકનિકલ સર્વેલન્સ ના આધારે પોલીસે આ હત્યા ને અકસ્માત મા ખપાવવા નો હત્યારાઓએ પ્રયાસ કર્યો હોવાનું છાનબીન મા માલુમ પડેલ હતું, પોલીસે પોતાની તપાસ ને આગળ વધારતાં જાણવા મળેલ કે મૃતક નિવૃત્ત જમાદાર ખેતી ના કામ અર્થે પોતાના ખેતરમાં ગયેલ જયા આરોપીઓ 1) અલતાફખા ઝાકીરહુસેન ધોરી ઉ.વર્ષ. 25 ( 2) સદ્દામહુસેન ઝાકીરહુસેન ધોરી ઉ વર્ષ. 20 ( 3) રમીઝખા યાકુબહુસેન ઉ.વર્ષ. 18 અને (4) અસરફખા રસુલખા ધોરી ઉ.વર્ષ. 32 આ તમામ રહેવાસી ચુડેશ્રવર તા. તિલકવાડા . જી. નર્મદા નાઓએ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તમામ ને ઝડપી પુછપરછ કરતા તેમના વચ્ચે મૃતક પાસે થી તેઓએ રુપિયા લીધા હોય ને નાણાં ની ઉધરાણી વારંવાર કરતા અગાઉ પણ બોલાચાલી થયેલ અને છેલ્લે ચારેય આરોપીઓએ હત્યા નો મનસૂબો બનાવી નિવૃત્ત જમાદાર ને ખેતરમાં કામ કરતો હોય પાવડા થી માથાં મા ફટકા મારી જીવલેણ ઇજા પહોચાડી તેની હત્યા કરી હતી.

હત્યારાઓએ હત્યા કરી સમગ્ર મામલો અકસ્માત મા ખપાવવા નો પ્રયાસ કર્યો હતો મૃતક ની લાશ ને પહાડ ગામ ના પુલ પાસે રોડ સાઇડ નાખી હતી અને તેનુ એકટિવા સ્કુટર પણ ત્યાંજ ફેકયુ હતુ. પરંતુ નર્મદા પોલીસ ની બાજુ નજર મા સમગ્ર પ્રકરણ આવી જતા ચારેય હત્યારાઓ સામે ખુન નો ગુનો નોંધી તેમની પાસે થી હત્યા મા વાપરેલ પાવડો , મૃતક નો મોબાઈલ ફોન , સોના ની ચેઇન પણ જપ્ત કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

DYSP નુ પ્રમોશન આવ્યુ એજ દિવસે પિતા ની હત્યા થતાં પુત્ર માટે ભારે આધાત

નર્મદા જીલ્લા ના માંગુ ગામ ના નિવૃત્ત પોલીસ જમાદાર ની હત્યા થઇ એ મૃતક જમાદાર નો પુત્ર પણ પોલીસ વિભાગ માજ ફરજ બજાવતો હતો, ફરજ દરમ્યાન જ પિતા ના મોત ની ખબર જાણી ભારે શોક મા ગરકાવ થયો હતો.
મૃતક જમાદાર ના પુત્ર આર.એસ.બારીયા પણ પોલીસ વિભાગ માજ ફરજ બજાવતા હતા, વડોદરા ના ફતેગંજ પોલીસ મથકમાં પી.આઇ. તરીકે ની ફરજ બજાવતા આ પોલીસ અધિકારી નુ પોતાના વિભાગ મા DYSP તરીકે નુ પ્રમોશન તેમના માટે ભારે આધાતરુપ નીવડ્યું હતુ, જે દિવસે પ્રમોશન આવ્યુ એજ દિવસે પોતાના પિતા ની હત્યા થતાં સમગ્ર પરિવાર મા ખુશી ની જગ્યાએ માતમ ફેલાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here