નર્મદા જીલ્લાના મેડીયાસાગ ગામે વીજળીનો જીવલેણ સમાન થાંભલો વીજ કંપની કયારે બદલસે

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

એક અઠવાડિયા થી વીજળી ના તુટેલા થાંભલા ને ગ્રામજનો એ દોરડા થી બાંધ્યો -અકસ્માત થવાની ગંભીર ભીતિ

બબ્બે જગ્યાએ થી તુટેલા વીજ થાંભલા ના લીધે ગ્રામજનો મા ભય નો માહોલ

નર્મદા જીલ્લા ના દેડિયાપાડા તાલુકા ના મેડીયાસાગ ગામ ખાતે વીજળી ના તુટેલા થાંભલા ને લીધે ગ્રામજનો ભય ના ઓથાતળે તળે મુકાયા છ વીજ કંપની ને જાણ કરી છતાં થાંભલા ને બદલવાની નામ લેવાતું નથી .

દેડિયાપાડા તાલુકા ના મેડીયાસાગ ગામ ખાતે ગામ માથી વીજળી ની પસાર થતી લાઇન ના થાંભલા ને વાહને ટક્કર મારતા થાંભલો બબ્બે જગ્યા એથી તુટી ગયેલ છે થાંભલા ને ગ્રામ જનો આ વીજ પુરવઠો ખોરવાય ન જાય એ માટે તેમજ થાંભલો પડતા નુકશાન ન થાય જેથી દોરડા વડે બાંધતા અજીબોગરીબ ઘટના ધટેલી જોવા મળી રહી છે. થાંભલો કયારે તુટી પડે એ ભયથી ગામ લોકો એ એ રસ્તા તરફથી અવરજવર પણ બંધ કરી છે.

ગત તારીખ 3જી ના રોજ તુટેલા થાંભલા ની જાણ વીજ કંપની ની દેડિયાપાડા ખાતે ની કચેરી મા કરાઇ છતા આજદીન સુધી નવો થાંભલો વીજ કંપની દ્વારા હજી સુધી નાખવાની કોઇ જ દરકાર વીજ કંપની એ લીધી નથી !! નુ કિશોરભાઈ વસાવા એ જણાવ્યું હતું . શુ વીજ કંપની કોઈ મોટી દુર્ઘટના સર્જાઇ તેની રાહ જોઈ રહી છે ??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here