નર્મદા જીલ્લાના દેડિયાપાડા ખાતેથી 21 લાખના વિદેશી દારૂની હેરાફેરીમા સંડોવાયેલા મુખ્ય આરોપીને નર્મદા LCB પોલીસે ઝડપી પાડયો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

દેડિયાપાડાનો કૂખ્યાત બુટલેગર ત્રણ ત્રણ મહિનાઓથી પોલીસ ને હાથતાળી આપી ફરાર થયો હતો

નર્મદા જીલ્લા LCB પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ પટેલ સહિત તેમની ટીમે નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચના અને નાયબ પોલીસ વડા રાજેશ પરમાર ના માર્ગદર્શન હેઠળ જીલ્લા મા ગુનાના કામો મા સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા ની કામગીરી હાથ ધરી હોય LCB પોલીસે દેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાયેલા રુપિયા 21 લાખ ના વિદેશી દારૂ ની હેરાફેરી મા સંડોવાયેલા મુખ્ય આરોપી ને ઝડપી પાડયો હતો અને દેડિયાપાડા પોલીસ ને હવાલે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર તા. 2 જુલાઈ 2021 ના દેડિયાપાડા પોલીસ મથકમાં વિદેશી દારૂ નો 2169900 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપી વનરાજ ઉર્ફે ભુરીયો ઉર્ફે રાજા ભરતભાઈ આર્ય રહે. પારસી ટેકરા , દેડિયાપાડા જીલ્લો નર્મદા નો આ વિદેશી દારૂ નો જથ્થો ઝડપેલ જેનો મુખ્ય આરોપી હોય તેને પોલીસે વૉન્ટેડ જાહેર કર્યો હતો. છેલ્લા ત્રણ ત્રણ મહિના ઓ થી આ બુટલેગર પોલીસ ને ચકમો આપી નાસતો ફરતો હતો જે દેડિયાપાડા ખાતે હોવાની બાતમી નર્મદા જીલ્લા ના LCB પી.આઇ. એ.એમ.પટેલ ને મળતા પોતાના સટાફ ના જવાનો સાથે આરોપી ને ઝડપી પાડયો હતો અને દેડિયાપાડા પોલીસ મથકમાં વિદેશી દારૂ ના વેપલા સાથે સંકળાયેલા કૂખ્યાત બુટલેગર ને પોલીસ હવાલે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here