મધવાસ પાસે માટી ભરેલા ટ્રેકટર ને કાર વચ્ચે અકસ્માત સર્જાયો… તમામનો આબાદ બચાવ…

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના મધવાસ નજીક હાઈવે પર થી માટી ખનન કરી માટી લઈને જતા ટ્રેકટર સાથે કાર નો અકસ્માત સર્જાયો હતો અકસ્માત ની તીવ્રતા જોતા ટ્રેકટર અને કાર નાં આગળનો ભાગ નુકશાનગ્રસ્ત થયો હતો સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નહોતી પરંતુ ગેરકાયદેસર રીતે માટી ખનન ના સંભવિત કેસ માંથી બચવા માટે પોલીસ નાં આગમન પહેલા જ માટી ભરેલ ટ્રેકટર સાથે ની ટ્રોલી હટાવવામા આવી હતી જેને પરીણામે થોડા સમય ટ્રાફીક જામ થઈ ગયો હતો ટ્રેકટર નો આગળનો ભાગ તૂટી જવાથી ડીઝલ રોડ ઉપર ઢોળાયેલું જોવા મળેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here