ધાનેરા રેલવેપુલ બન્યા પછી શહેરીજનોને પડતી તકલીફોની રાજયસભા સાંસદ દિનેશભાઇ અનાવાડિયાને અગ્રણીઓએ કરી રજુઆત

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

ધાનેરા રેલવેપુલ બન્યા પછી ધાનેરા ના શહેરીજનો અને આજુબાજુ ની સોસાયટીઓ ને પડતી તકલીફો ની રજુઆત માટે આજે ધાનેરા ના આગેવાન યોગેશભાઈ ત્રિવેદી ધાનેરા ભાજપ ઉપપ્રમુખ રાજેશભાઇ ત્રિવેદી સામાજિક અગ્રણી અને વેપારી આગેવાન માધુભાઈ ભીમાણી પૂર્વ નગરસેવક મહેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા રાજયસભા સાંસદ માનનીય દિનેશભાઇ અનાવાડિયા ની રૂબરૂ મુલાકાત કરીને કરવામાં આવી
સર્વિસ રોડ વધુ પહોળો કરવો નાના વાહનો અને રાહદારીઓ સરળ રીતે રેલવે લાઇન ઉપરથી પસાર થઈ શકે એ માટે બે પુલ વચ્ચે પડેલી જગ્યાનો ઉપયોગ કરી ને નાનો પુલ બનાવી શકાય તો જનતા ને સરળતા થાય એવી લેખિત અને મૌખિક રજુઆત કરી સાંસદશ્રી એ યોગ્ય રીતે આ તકલીફો નું નિરાકરણ લાવવામાં આવશે અને આની રજુઆત ગુજરાત સરકારના બાંધકામ મંત્રી પૂરણેશભાઈ મોદી સમક્ષ કરવામાં આવી છે એવું જણાવ્યું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here