છોટાઉદેપુર GEB નો કર્મચારી દારૂ પીધેલ હાલતમાં નોકરી કરતો જોવા મળ્યો… ઉપલા સાહેબોના આંખ આડા કાન

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર GEB માં કામ કરતા જસ્વતભાઈ સોમાભાઈ રાઠવા દારૂ પીધેલી અવસ્થા માં નોકરી પર હાજર મળ્યા હતા, મોઢામાંથી દારૂની ગંધ આવી રહી હતી જ્યારે ગાંધી ના ગુજરાત માં દારૂ બંદી છે તો આ GEB માં કામ કરતા જસવંત ભાઈ દારૂ લાવ્યા ક્યાં થી ? શું ખબર એ રોજ ઓફિસ પર આવીને પણ દારૂ પીતા હશે ? અને વિડિયોમાં પણ સાબિત થઈ રહ્યું છે કે તે પીધેલા છે, જે બાબતની રજુઆત ફરિયાદ તેમના ઉપલાં કર્મચારી દરજી સાહેબને ફોન મારફતે કરવામાં આવી ત્યારે એમને ફક્ત આટલું જ કિધુ કે હું જસવંત ભાઈ જોડે વાત કરું છું દરજી સાહેબ દ્વારા આવીને જોવામાં પણ નથી આવ્યું અને હમણાં સુધી આવો કર્મચારી પોતાની નોકરી કરી રહ્યો છે જેથી આ સાબિત થાય છે કે તેના પર કોઈ જાતનો એક્શન લેવામાં આવ્યો નથી…
ગાંધીના ગુજરાતમાં ગાંધીનો જ અપમાન થઈ રહ્યું છે શું હવે આવા કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી બધું ભૂલી જવાશે તે જોવા રહ્યું…!!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here