રાજપીપળાની ધરતી પરથી અજીમ હસ્તીની અશ્રુભીની આંખે વિદાય…

રાજપીપળા, (નર્મદા) સરફરાઝ પઠાણ (ડભોઇ) :-

હિંદુ મુસ્લિમ દરેક વ્યક્તિના માટે પ્રેમ ભાવ ની નજર રાખતા પોતે સૈયદ હોવા છતાં દરેક જ્ઞાતિના નાના મોટા વ્યક્તિઓ ને આદર અને સમ્માન આપતા તેમજ બાવા ને ચાહવા વાળા અને મુરિદોને ત્યાં સુખ દુઃખ ના અવસરે અચૂક હાજરી આપતા મુસ્લિમ સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતા કાદરી બાવા નું દુઃખદ અવસાન થતાં સમગ્ર મુસ્લિમ સમુદાય સહિત રાજપીપલા શહેરમાં ગમગીની નો માહોલ છવાયો.
પિરે તરીકત રહેબરે રાહે સરિયત ખલીફએ સૈખુલ ઇસ્લામ હજરત સૈયદ ગુલામ જિલાની મિયા ઉર્ફે કાદરી બાવા નો રાજસ્થાનમાં અકસ્માતે દુઃખદ અવસાન થતા સમગ્ર મુસ્લિમ સમાજમાં દુઃખની લાગણી વ્યાપી હતી.
જ્યારે કાદરી બાવા ની ટુંકી સારવાર બાદ દુઃખદ અવસાન ની ખબર વાયુવેગે પ્રસરતા તેમના મુરિદો અને અનુયાયીઓ તેમજ કાદરી બાવા ને ચાહવા વાળા હિંદુ મુસ્લિમ લોકો હજારોની સંખ્યામાં રાજપીપલા ખાતે તેઓના નિવાસ્થાને ઉમટી પડી બાવા ના અંતિમ દર્શન કરી તેઓના જનાજા માં જોડાયા હતા.
જ્યારે કાદરી બાવા નો જનાજો અસર ની નમાજ પછી તેઓના નિવાસ્થાને નાતો સલામ સાથે કાઢી રાજપીપળાના સુપ્રસિદ્ધ સૂફીસંત હજરત નીજામ સાહ બાવા ના આસ્તાના પાસે મગરીબ ની નમાજ પછી દફનાવવા માં આવ્યા હતા.કાદરી બાવા ની અંતિમ યાત્રા ના જનાજામાં મોટી સંખ્યામાં સૈયદ સાદાત એહલે બેતે કીરામ અને સ્થાનિક લોકો સહિત ડભોઈ,વાઘોડિયા,વડોદરા બોડેલી,નસવાડી, સહિત કેટલાક સહેરો અને નાના મોટા ગામડાઓમાંથી બાવા ના મુરીદોએ ગમગીની અને અશ્રુભીની આંખે હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here