ગોધરા વનવિભાગ ( નોર્મલ) ના તાબા હેઠળ આવતા શહેરા રેન્જમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી…

શહેરા,(પંચમહાલ) ઇમરાન પઠાણ :-


૨ ઓક્ટોબર ગાંધી જયંતીથી ૮ ઓક્ટોબર સુધી શહેરા તાલુકાના ગામોમાં વિવિધ કાર્યક્રમ થકી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.


દર વર્ષે ૨ જી ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર દરમિયાન એક સપ્તાહ સુધી વન્યપ્રાણી સપ્તાહ ઉજવવાવામાં આવતું હોય છે જે ઉપલક્ષમાં શહેરા તાલુકાના બોડીદ્રાખૂર્દ,જુના ખેડા,સદનપૂર, ધરોલા,ખાંડીયા,તાડવા અને ઉંમરપૂર ગામમાં ચિત્રસ્પર્ધા, મહિલા સંમેલન તેમજ નિબંધ સ્પર્ધા થકિ વન્યપ્રાણીઓનું મહત્વ સમજાવ્યું હતું.સપ્તાહના આખરમાં તાલુકાનાં પાદરડી ખાતે તાલુકા કક્ષાનો વન્યપ્રાણી સપ્તાહના કાર્યક્રમ થકી સમાપન કરવામાં આવ્યું હતું.શહેરા મામલતદાર મેહુલ ભરવાડની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે પાદરડી પ્રાથમિક શાળા ખાતે ૬૦ જેટલા વિદ્યાર્થીઓની હાજરીમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી.ગોધરા વનવિભાગ ( નોર્મલ ) ના તાબા હેઠળનાં શહેરા રેન્જના આર.એફ.ઓ. રોહિત પટેલ તેમજ અન્ય વનકર્મચારીઓ ની હાજરીમાં એલ.ઈ. ડી સ્ક્રીન પર વન્યપ્રાણીઓ અંગેની માહિતી આપવામાં આવી હતી.આર.એફ.ઓ. રોહિત પટેલે પોતાના પ્રસંગોચિત ઉદબોધનમાં વિદ્યાર્થીઓને વન્યપ્રાણીઓ અંગેનું મહત્વ સમજાવ્યું હતું અને જંગલો જે નષ્ટ થવાના આરે છે તેનો ફરી થી વિકાસ થવો જોઈએ.વન્યપ્રાણીઓની સમજણ માટે શાળા કક્ષાએથી પ્રવાસનું આયોજન થવું જોઈએ સાથે જ વન્યપ્રાણી માણસ જાતનાં દુશ્મન નહિ પણ મિત્રો છે અને તેનું જતન કરવાની આપણી ફરજ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here