દે.બારીયાના ભૂવાલ ગામના બે યુવાનો એજન્ટના ભરોસે દુબઈ એરપોર્ટ પર અટવાયા… ગુજરાતીની મદદથી ગુજરાત પરત આવશે..

દે બારીયા (દાહોદ) મોહન બારીયા :-

વિદેશની ધરતી પર પહોંચી લાખ્ખો રૂપિયા કમાઈ લેવા મળશે તેવા સપનાઓ કેટલાય ગુજરાતી યુવાનો જોઈ રહ્યા હતા આવા યુવાનો વિદેશ જવાના પ્રયત્નો પણ કરતા રહે છે જેમાં કેટલાક ને સફળતા તો કેટલાક ને કડવો અનુભવ પણ થાય છે હમણાં થોડા દિવસ પહેલા દેવગઢબારીયા તાલુકાના ભૂવાલ ગામ ના જસુભાઈ નરવતભાઈ બારીયા અને કનુભાઈ ભેમાભાઈ પટેલ એમ બે યુવાનો કોઈ એજન્ટ સંપર્ક કરી તેના માર્ગદર્શનથી તા.૨૬.૭.૨૦૨૩ ના રોજ અમદાવાદ થી ફ્લાઈટમાં બેસી દુબઈ પહોંચી ગયા હતા એજન્ટ ના જણાવ્યા મુજબ દુબઈ પહોંચી ગયા બાદ તે બન્ને યુવાનોને કોઈ એજન્સી અથવા કોઈ એજન્ટ કે કોઈ કંપની માંથી કોઈ પણ વ્યક્તિ દુબઈ એરપોર્ટ ઉપર આવી તેમને લઈ જસે પરંતુ કોઈ ના આવતાં આ બન્ને યુવાનો પોતે છેતરાઈ ગયા હોવાનો અહેસાસ થયો હતો એરપોર્ટ પર પુછપરછ બાદ આ બન્ને યુવાનો ગુજરાતી વ્યેક્તિને સંપર્ક કરાયો હતો જેમાં પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના મડાહુડી ગામ સુભાષભાઈ બારીયા જેઓ છેલ્લા પાંચ વર્ષથી દુબઈ ખાતે કંપનીમાં એન્જિનિયર હોય આ બન્ને યુવાનો રૂબરૂ મળી તેમની આપવિતી જાણી રહેવા જમવાની સગવડ કરી કરી આપી હતી..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here