વડોદરા : ઉંડેરા ગામમાં જીવલેણ ખુલ્લી કાંસનો ત્રાસ યથાવત… સેવાસદનનો જ કચરાનો ટેમ્પો કાંસમા ખાબક્યો…

વડોદરા, સાજીદ શેખ (ગોધરા) :-

મળતી વિગતો મુજબ વડોદરાને અડીને આવેલ ઊંડેરા ગામ જેનો વડોદરા મહાનગર સેવા સદનમાં સમાવેશ કરવામાં આવેલ છે સદર ઉડેરા ગામમાં યોગ્ય પાયાની સુવિધાઓ વડોદરા મહાનગર સેવા સદન તમામ વેરા વસૂલતી હોવા છતાં આપી રહેલ નથી, આજ રોજ ઊંડેરા ગામમાંથી ગોત્રી તરફ પસાર થતો વરસાદી ખુલ્લો કાસ આવેલ છે તેમાં વડોદરા મહાનગર સેવા સદનના કચરો ઉપાડતો ટેમ્પો સાંકડો રસ્તો અને રસ્તા પર ખાડા પડી ગયેલ હોવાના કારણે અકસ્માતનો ભોગ બની આ ખુલ્લી કાસમાં જળ સમાધિ લીધેલ હોય તેવું દેખાય છે સદર અકસ્માતમાં ટેમ્પો ચાલકનો બચાવ થયેલ છે પણ એમની સાથે જે બહેન હતા તેમને પગમાં ગંભીર ઈજા થયેલ હતી આ અગાઉ પણ આ ખુલ્લા કાંસમાં વારંવાર શાળાએ જતા બાળકો તેમના વાલીઓ અને નોકરી જતા કામદારો અકસ્માતનો ભોગ બનેલ છે, આ ખુલ્લી કાસ ની ફરતે સંરક્ષણ દિવાલની માંગણી પણ આ અગાઉ જાગૃત નાગરિકો દ્વારા વારંવાર કરવામાં આવેલ છે તેમ છતાં આ જાડી ચામડીના સત્તાધીશોની ઊંઘ ઊડતી નથી આ ઉપરાંત ઉંડેરા ગામમાં પ્રિમોન્સૂન કામગીરી રૂપે કોઈ પણ જાતનું કાર્ય કરવામાં આવેલ નથી દરેક જગ્યાએ રસ્તાઓ બિસ્માર છે વોર્ડ નંબર 8 9 ની વચ્ચે આવેલ સેન્ટપોલ શાળાએ જતો માર્ગ પણ ખૂબ જ ખરાબ થઈ ગયો છે અને સમારકામ માંગી રહ્યો છે હાલમાં ચોમાસાની ઋતુ હોય આ તમામ રસ્તાઓ ઉપર પાણી ભરાવાથી શાળાએ જતા બાળકો તેમજ તેઓના વાલીઓ અકસ્માત નો ભોગ બનતા હોય છે અને આ અકસ્માત સેવાસદનના પાપે થતું હોય આની સંપૂર્ણ જવાબદારી સેવાસદનના સંબંધિત અધિકારીઓની હોય છે આ બાબતે સામાજીક કાર્યકર અબ્દુલ પટેલ દ્વારા વધુમાં જણાવેલ કે જો ભવિષ્યમાં આ રોડ રસ્તા અને ખુલ્લી વરસાદી કાન્સના કારણે કોઈ ગંભીર અને જીવલેણ અકસ્માત થશે અને વડોદરા મહાનગર સેવા સદનના પાપે જો નાગરિકના જાન માલને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી અને નુકસાનીનું તમામ વળતર ચૂકવવાની તૈયારી સેવાસદન રાખે તેવી ખુલ્લી ચેતવણી સામાજીક કાર્યકર અબ્દુલ પટેલ આપી હતી.

સાથે સાથે ગ્રામ જનોની માંગણી છે કે સત્વરે ઊંડેરા ગામને યોગ્ય સુવિધાઓ આપવામાં નહીં આવે તો વેરાનો વિરોધ કરવામાં આવશે અને આશ્ચર્યજનક રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનના મંડાન થશે અને તેની પણ સંપૂર્ણ જવાબદારી સંબંધિત સત્તાધિસો ની રહેશે જેની લગતા વળગતા અધિકારી ઓ એ ગંભીર નોંધ લેવી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here