રશિયા મોસ્કો ખાતે વર્લ્ડ ગ્રેપલીંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનાર કુ.હેતલ બારીઆને રૂ.51,111નો ઇનામ અર્પણ કરતા કિરણભાઈ ખાબડ

દે. બારીયા, (દાહોદ) મોહન બારીયા :-

રશિયા મોસ્કો ખાતે વર્લ્ડ ગ્રેપલીંગ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતીને પોતાના વતન દેવગઢ બારીઆ ખાતે આવેલ કુ.હેતલ બારીઆનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. 134 દેવગઠ બારીયા વિધાનસભા નાં ધારાસભ્ય અને ગુજરાત સરકાર ના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબ ના પ્રતિનિધિ શ્રી કિરણભાઈ ખાબડ દ્વારા ₹ 51,111 (એકાવન હજાર એકસો અગિયાર ) પ્રોત્સાહન ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેવગઢ બારીયા સહિત સમસ્ત ભારત દેશનું ગૌરવ વધારનાર હેતલ બારીઆએ કુસ્તીની રમતમાં વર્લ્ડ ગ્રેપલિંગ ચેમ્પિયનશિપ તારીખ 17/11/2023 થી 20/11/2023 દરમ્યાન મોસ્કો, રશિયા ખાતે ભાગ લીધો હતો, દેવગઢ બારીઆ તાલુકાના એક નાનકડા એવા ઝાબ ગામની 13 વર્ષની દીકરીએ સમગ્ર વિશ્વમાં ત્રીજો નંબર મેળવીને બ્રોન્ઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કરેલ હતું.. આ રમતોત્સવમાં ભાગ લેવા જતા પહેલા હેતલને ખુબ મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો.. પરંતુ એક કહેવત છે ને કે સિદ્ધિ એનેજ મળે છે જે પરસેવે ન્હાય છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here