ડીસા હાઈવે ઉપર બ્રિજ બનાવતી રચના કન્સ્ટ્રકશને સરકારી જગ્યાનો ઉપયોગ કરવા બદલ સાત દિવસમાં ૬૫ લાખ રૂપિયા દંડની રકમ ભરવા મામલતદારે નોટીસ ફટકારી

ડીસા,(બનાસકાંઠા) અંકુર ત્રિવેદી :-

તંત્ર દ્વારા છેલ્લા એક વર્ષથી અનેક નોટીસો આપવામાં આવી છે પણ દંડ આજદિન સુધી ભરાયો નથી

ડીસા હાઈવે ઉપ૨ ૨૦૦ કરોડ થી વધુના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને હવે કામગીરી પૂર્ણ થવાના આરે છે. જો કે અગાઉ બિજની કામગીરી ચાલતી હતી તે દરમિયાન રચના કન્સ્ટ્રકશન દ્વારા કાટમાળ મંજૂરી વગર જ હવાઈ પિલ્લર ખાતે આવેલી સરકારી જમીનમાં નાખવામાં આવ્યો હતો. જો કે આ મામલે જાગૃત નાગરિકે રજુઆત કરતા આજથી એક વર્ષ અગાઉ નાયબ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરીટી અને બ્રિજ બનાવતી કંપનીને સરકારી જમીનનો ઉપયોગ કરવા બદલ ૬૫ લાખથી વધુનો દંડ ફટકાર્યો હતો. જો કે એક વર્ષથી આ દંડની રકમ ન ભરાતા ગઈકાલે મામલતદારે વધુ એક નોટીસ ફટકારી સાત દિવસમાં દંડની રકમ ભરવા હુકમ કર્યો છે.

ડીસા ના હાઈવે ઉપર રચના કન્સ્ટ્રકશન દ્વારા ઓવરબિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે અને આ કંપની દ્વારા હવાઈ પિલ્લરની સરકારી જગ્યામાં કોઈપણ જાતની મંજુરી વગર માટીના ઢગ અને રોડનું કાંટમાળ નાખવામાં આવ્યુ હતું. આ અંગે એક જાગૃત નાગરિકે આટીઆઈ કરી માહિતી માંગી હતી અને નાયબ કલેક્ટર અને જિલ્લા કલેક્ટરને ભાડુ વસુલવા માટે રજુઆત પણ કરી હતી. જેથી આ મામલે ડીસાના નાયબ કલેક્ટરે નેશનલ હાઈવે ઓથોરીટીને સરકારી જગ્યા ૩૯૫ દિવસ ઊપયોગ કરવા બદલ ભાડુ ૩૭,૫૨,૫૦૦ લોકલ ફંડ ૧૮,૭૬,૨૫૦ કેળવણી શેષ ૯,૩૮,૧૨૫ મળી કુલ ૬૫,૬૬,૮૭૫ નો દંડ સાત દિવસમાં કસ્બા તલાટીને ભરી પાવતીઓ બતાવા હુકમ કર્યો હતો. તો પણ આ વાતને એક વર્ષ વીતી ગયું હોવા છતાં પણ આજંદેન સુધી દંડની રકમ કંપની દ્વારા ભરવામાં આવી નથી. નાયબ કલેક્ટર બાદ મામલતદારે પણ એક વર્ષ દરમિયાન અનેક નોટીસો આપી છે. તેમ છતાં પણ રચનાકન્સ્ટ્રકશન અને હાઈવે ઓથોરીટી આ નોટીસોને ગોળીને પી ગયા છે ત્યારે ગઈકાલે ડીસા શહેર મામલતદાર લાલજીભાઈ મકવાણાએ રચના કન્સ્ટ્રકશને વધુ એક નોટીસ આપી દંડની રકમ સાત દિવસમાં ભરવા હુકમ કર્યો છે અને જો આ કંપની દ્વારા દંડની રકમ નહીં ભરવામાં આવે તો હવે આ મામલે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here