નર્મદા જીલ્લાના સેલંબા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનુ આયોજન કરાયું

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

51 બ્લડ ના યુનિટ એકત્રિત કરાયા

સમગ્ર નર્મદા જીલ્લા મા ભારતિય જનતા પાર્ટી ના આગેવાનો કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવી રહયું છે ત્યારે
યુવાનો બ્લડ ડોનેશન કરવા માટે ઉત્સાહ પુર્વક ભાગ લઇ રહ્યા છે.

નર્મદા જીલ્લા નાસેલંબા હાઈસ્કૂલ સેલંબા ખાતે સવારે 10.00 કલાકે નર્મદા જિલ્લા યુવા મોર્ચા ના સહયોગ થી રક્તદાન શિબીર નુ આયોજન કરવામાં આવ્યું હતું , સાગબારા તાલુકાના નવ યુવાનો એ ઉત્સાહભેર પોતાના રકત નુ દાન કર્યુ હતુ, 51 બ્લડ ના યુનિટી એકત્રિત કરાયા હતા.
બ્લડ ડોનેશન કેમ્પ ના આ આયોજન પ્રસંગે નર્મદા જિલ્લા બીજેપી ના મહામંત્રી નીલભાઇ રાવ , નર્મદા જિલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખ શ્રી મનજીભાઈ વસાવા , નર્મદા બીજેપી ના ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ લુહાર , નર્મદા જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના અઘ્યક્ષ સુભાષભાઈ વસાવા, ગણેશ ભાઈ પવાર તથા તાલુકા પંચાયતના સભ્યો સેલંબા ના વેપારી મંડલ ના અગ્રગણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહભેર ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here