નર્મદા જીલ્લાના બુંજેઠા ગામે કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના તબીબી પ્રેકટીસ કરતો બોગસ તબીબ તિલકવાડા પોલીસે ઝડપ્યો

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

આમલેથા પોલીસે પણ બે ઝોલાછાપ તબીબો ને પ્રતાપનગર થી ઝડપ્યા

નર્મદા જીલ્લા મા બોગસ ઝોલાછાપ ડોકટરો નો રાફડો ફાટ્યો હોય એમ એક પછી એક બોગસ તબીબ ઝડપાતા જાય છે, ગતરોજ નર્મદા પોલીસે 5 ઝોલાછાપ ડોકટર ને ઝડપી પાડયા બાદ આજરોજ ફરી પાછા 3 ને ઝડપી પડાયા હતા, જેમાં આમલેથા પોલીસે 2 અને તિલકવાડા પોલીસે 1 ને ઝડપી પાડયો હતો.

પોલીસ સુત્રો માથી મળતી માહિતી અનુસાર આમલેથા પોલીસે પ્રતાપનગર ખાતે એલોપથી ની દવાઓ સીરપ ઇન્જેક્શનો રાખી તબીબી સારવાર કરતાં બે ને આમલેથા પોલીસે ઝડપી પાડયા હતા.

તિલકવાડા પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટરો એમ બી. વસાવા અને સી.એમ.ગામીત ને બાતમીદારો દ્વારા જાણવા મળેલ કે તિલકવાડા તાલુકા ના બુંજેઠા ગામ થી કરનાળી તરફ જવાના માર્ગ ઉપર એક ભાડા ની દુકાન મા દવાખાનુ ચાલી રહયું છે, ત્યા તપાસ કરતા દવાખાનુ ચલાવતા નિમેષકુમાર વિષ્ણુપ્રસાદ ભટ્ટ હાલ રહે. ચાણોદ , બી.એન.હાઇસ્કુલ પાસે તા.ડભોઇ જીલ્લો વડોદરા નો મુળ વતની નાની ચીપવાડ , સ્વામિનારાયણ મંદિર પાસે, તા.સંખેડા , જીલ્લા. છોટાઉદેપુર નાઓનો પોતાની પાસે કોઈ પણ પ્રકાર ની મેડિકલ ડીગ્રી કે સર્ટિફિકેટ ના હોવા છતા ડૉક્ટર ના રુપ મા દવાખાનુ ચલાવતો હતો , અને લોકો ના સ્વાસ્થય સાથે ચેડાં કરતો હતો. જેથી તિલકવાડા પોલીસે તેની અટકાયત કરી હતી અને રુપિયા 23830 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને આરોપી સામે મેડીકલ પ્રેકટીશનર એકટ સહિત આઇ.પી.સી. ની ધારાઓ મુજબ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here