ડભોઇ ટાવર ચોક ખાતે ત્રીજી લહેર અંગે ડભોઇ વહીવટીતંત્ર સજાગ થઈ જાગૃતિના ભાગરૂપે માસ્ક વિતરણ કરાયા

ડભોઇ,((વડોદરા) સરફરાઝ પઠાણ :-

હાલ કોરોના નો કેર યથાવત્ છે કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેર પણ ઘાતક અને જીવલેણ સાબિત થઈ છે અને તેવામાં હવે ત્રીજી લહેર ના પડઘમ આપણે દરરોજ મીડિયા દ્વારા ટીવી અને સમાચાર પત્રો દ્વારા નરી આંખે જોઈ અને સાંભળી રહ્યા છે દરરોજ કોરોના અને ઓમિક્રોન ના કેસોમાં સતત વધારો અને મૃત્યુ દરમાં ઉછાળો થઈ રહ્યો છે તેમ છતાં લોકો માસ્ક વગર બેપરવાહ અને બેખોફ બજારોમાં ફરતા નજરે ચઢી રહ્યા છે તેમજ ધાર્મિક અને સામાજિક પ્રસંગોમાં પણ કોરોના અંગેની સરકારી ગાઈડ લાઈન ના ધજાગરા ઉડાડતાં લોકો જોવા મળી રહ્યા છે.
તેવામાં ડભોઇ વહીવટીતંત્ર દ્વારા ડભોઇ ના ટાવર ચોક વિસ્તારમાં કોરોના ની ત્રીજી લહેર અંગે જાગૃતિ ના અંશે લોકોને માસ્કનું વિતરણ કરી માસ્ક પહેરવા એકબીજાથી સંભવિત દુરી રાખવા જાહેર માર્ગોપર થુકવું નહિ સાફ-સફાઈ રાખવી તેમજ અન્ય અગત્યની સલાહ સૂચનો કરાયા હતા.
જેમાં ડભોઈ મામલતદાર ચિંતન ચોધરી ડભોઇ કસ્બા તલાટી પ્રવીણ ભાઈ જોષી ડભોઇ પી.આઈ એ.જી પરમાર નગર પાલિકાના કર્મચારી મહેશભાઈ જમિયતે ઉલ્માએ હીંદ ડભોઈ ના જનરલ સેક્રેટરી હાફિઝ ઇલ્યાસ,કાર્યકર મકબુલ મુલા તેમજ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી માસ્ક વિતરણ નિ કામગીરીનું આયોજન કરાયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here