પંચમહાલ જિલ્લા સંકલન સમિતિ ભાગ-૧ અને ૨ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને યોજાઈ

ગોધરા, (પંચમહાલ) ઈશહાક રાંટા :-

ધારાસભ્યશ્રી જયદ્રહસિંહજી પરમાર અને ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં જનસુખાકારીના કામોને અગ્રતા આપી જનહિતને લગતા પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કરતાઃ જિલ્લા કલેકટરશ્રી

વીજળી, પાણી, બેંક, આંગણવાડી,જમીનને લગતા પ્રશ્નો બાબતે થયેલ વિવિધ કામગીરીની કરાઈ સમીક્ષા

પંચમહાલ જિલ્લા સંકલન સમિતિની ભાગ ૧ અને ભાગ ૨-ની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી સુજલ મયાત્રાના અધ્યક્ષસ્થાને અને ધારાસભ્યશ્રીઓ તથા જિલ્લા સંકલન સમિતિના સંલગ્ન અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદન,ગોધરા કલેક્ટરશ્રી કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રાએ ગત તથા અગાઉની મીટીંગમાં અધ્યક્ષસ્થાનેથી ચર્ચાયેલ કામગીરીની પ્રગતિ,એકશન ટેકન રીપોર્ટ,જે તે કચેરીને સીધી મળેલ પડતર અરજીઓના નિકાલ, જે તે કચેરી હસ્તકની વિવિધ યોજનાઓ તથા તેના લક્ષ્યાંકો- સિધ્ધીઓ, લોકાભીમુખ વહીવટ, નાગરીક અધિકાર પત્રની અરજીઓ, આ ઉપરાંત જિલ્લાના તાકિદના પ્રશ્નો,સરકારશ્રી તરફથી વિવિધ કચેરીઓને સોંપાયેલ ૧૦૦ દિવસની કામગીરીની પ્રગતિ વગેરે વિષયો પર જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.
વધુમાં તેમણે જનસુખાકારીના વિકાસના કામોને અગ્રતા આપી નિયત અવધિમાં પૂર્ણ કરી લોકોની આકાંક્ષાઓ અને અપેક્ષાઓ પરિપૂર્ણ કરવી એ આપણું કર્તવ્ય છે. જેથી જનહિતને લગતા વીજળી, રસ્તા, પીવાના પાણી, સિંચાઈ, આરોગ્ય તેમજ શિક્ષણ વગેરે પ્રશ્નોને સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને અનુરોધ કર્યો હતો.

આ બેઠકમા ધારાસભ્યશ્રી જયદ્રહસિંહજી પરમાર અને ફતેહસિંહ ચૌહાણ દ્વારા ગત વિવિધ પ્રશ્નો બાબતે વિવિધ ખાતાઓએ કરેલ કામગીરીની સમીક્ષા કરી હતી, જેમાં અગાઉના વીજળી, બેંક,આંગણવાડી,જમીનને લગતા પ્રશ્નો,કામદારોના પ્રશ્નો બાબતે થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે સમગ્ર બેઠકનું સંચાલન નિવાસી અધિક જિલ્લા કલેક્ટરશ્રી એમ.ડી.ચુડાસમાએ કર્યુ હતું.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી,નાયબ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત જિલ્લાના વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here