ડભોઇ તાલુકાના ભીમપુરા ગામે ડેપ્યુટી સરપંચની નિયુક્તિ મુદ્દે મામલો ગરમાયો મારામારીના દ્રશ્યો સર્જાયા…

ડભોઇ,(વડોદરા)-સરફરાઝ પઠાણ :-

સમગ્ર ગુજરાત માં થયેલ ગ્રામપંચાયત ની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સમાપ્ત થઇ હતી જે બાદ સરપંચો ની વરની પણ શાંતિ પૂર્ણ રીતે થઈ હતી.આજરોજ ડભોઇ તાલુકા ના ભીમપુર ગામે ડેપ્યુટી સરપંચ ની વરણી અંગે વિવાદ થતા બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.ડેપ્યુટી સરપંચ ની નિયુક્તિ સમયે સામાન્ય બોલાચાલી બાદ મામલો વધુ બીચકતા બે જૂથ વચ્ચે હાથાપાઈ અને મારામારી ના દ્રશ્યો સર્જાતા મામલો ગરમાયો હતો.જે બાદ ગામ ની મહિલા ઓ દ્વારા પંચાયત ની બહાર ધરણા કર્યા હતા.જૂથ અથડામણ માં કેટલાક લોકો ને ઇજા થઇ હોવાનું પણ બહાર આવ્યું છે. જૂથ અથડામણ થતા પોલીસ ને બોલાવવા ની ફરજ પડી હતી.સમગ્ર મામલે પોલીસ ઘટના સ્થળે પહોચી જતા પરિસ્થિતિ થાળે પડી હતી.અને જાણવા મળ્યા મુજબ સભ્યો અને ડેપ્યુટી સરપંચ ની નિયુક્તિ ની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હોવાનું માલુમ પડ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here