નર્મદા જિલ્લામાં આજે વહેલી સવારથી ૨૦૦ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજાશે… ૫૧૯ મતદાન મથકો ઉપર કરાશે મતદાન

રાજપીપળા,(નર્મદા) આશિક પઠાણ :-

જિલ્લામાં કુલ ૫૩૫ મતદાન મથક માંથી ૫૧૯ મતદાન મથક પર કુલ ૩,૩૪,૦૧૬ મતદારો મતદાન કરશે

સરપંચ ની ૧૮૫ બેઠકો તેમજ સભ્યો ની ૧૩૦૨ બેઠકો પર ચૂંટણી

નર્મદા જિલ્લામાં તા ૧૯ મી ડિસેમ્બરે રવિવારે કુલ ૨૦૦ ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે,નર્મદા જિલ્લાની કુલ ૨૦૦ ગ્રામ પંચાયત માંથી ૧૮૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી તથા ૧૧ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. જેની તડામાર તૈયારીઓ જીલ્લા વહીવટી તંત્રે આટોપી લીધી છે.
નર્મદા જિલ્લામાં ૦૫ ગ્રામ પંચાયત સમરસ થઇ છે, જેમાં ૦૫ સરપંચ ની બેઠકો અને ૪૦ વોર્ડની બેઠક પર ના ઉમેદવારો બિનહરીફ વિજતા જાહેર થયા છે. જેથી આજે ૧૮૫ ગામો ના સરપંચ ની ચુંટણી ઓ યોજાશે.

જિલ્લામાં ચૂંટણી હેઠળની પંચાયતોમાં સામાન્ય ૧૮૪ પંચાયતમાં ૧૮૩ બેઠક પર સરપંચ તથા ૧૩૦૧ વોર્ડની બેઠકો ઉપર ચૂંટણી યોજાશે
તથા ૩ પેટા ગ્રામ પંચાયતમાં ૦૨ સરપંચ ની બેઠકો તથા ૦૧ વોર્ડની બેઠક એમ કુલ મળી ૧૮૫ સરપંચ ની બેઠકો તથા ૧૩૦૨ વોર્ડ ની બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે.

પંચાયતો ની ચૂંટણીઓ માટે
નર્મદા જિલ્લામાં કુલ ૫૩૫ મતદાન મથક માંથી સમરસ કે બિનહરીફ તથા ફોર્મ ના ભરાયા હોય તેવી પંચાયતો બાદ કરતા ૫૧૯ મતદાન મથક પર આજરોજ તા ૧૯ મી ના રોજ મતદાન થશે. મતદાન માટે રિઝર્વ સાથે કુલ ૮૭૯ મતપેટીઓનો ઉપયોગ કરવામાં આવશે અને ઇવીએમ મશીન ના બદલે બેલેટ પેપરથી મતદારો મતદાન કરશે.
નર્મદા જિલ્લામાં મતદારોની સંખ્યામાં ૧,૬૯,૪૪૦ પુરુષ મતદાતાઓ ૧,૬૪,૫૭૪ સ્ત્રી મતદાતાઓ તથા ૦૨ અન્ય મતદાતાઓ મળી કુલ ૩,૩૪,૦૧૬ મતદાતાઓ મતદાન ની પ્રક્રિયા મા ભાગ લેશે .
નર્મદા જિલ્લામાં ૨૯ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીના ૨૯ વોર્ડ ની બેઠકો તથા ૦૯ ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના ૧૦ વોર્ડ ની બેઠકો માટે ફોર્મ ભરાયેલ નથી.
૨૧ ડિસેમ્બર આ ચૂંટણીની મતગણતરી થશે.

મતદાન ની પ્રક્રિયા સુપેરે પાર પડે એ માટે જીલ્લા વહીવટી તંત્રે કમર કસી છે.
૪૨ રિટર્નિંગ ઓફિસર તથા ૪૨ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર આ ચૂંટણીમાં ફરજ બજાવશે,૩૧૦૯ જેટલો પોલીંગ સ્ટાફ મતદાન કાર્યમાં જોડાશે,૬૦૯ જેટલો પોલીસ સ્ટાફ ચૂંટણીમાં બંદોબસ્ત માં ગોઠવવામાં આવ્યો છે. મતદારો નિર્ભીક પણે કોઈ પણ જાતના લોભ પ્રલોભન વિના મુક્ત રીતે મતદાન કરે a માટે જીલ્લા વહીવટી તંત્ર સાબદુ બનેલ છે અને સમગ્ર ચુંટણી પ્રક્રિયા પર ચાંપતી નજર રાખી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here