અજાણ્યા નંબર પરથી ફોન આવે અને ધાક ધમકી આપી ડિટેલ માંગતી fraud કોલ થી વેપારી વર્ગ અને પ્રજાજન ભારે ચિંતામાં ગરકાવ…

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

Plus સાથે ત્રણ અક્ષર ના નંબર પરથી ફોન આવે અને ડિટેલ માંગવાનો કીમિયો અપનાવતી ફ્રોડ ગેંગ નો પત્તો નથી

નાસવડી ના મદાર કોલડ્રિન્કસ ના વેપારી જેઓની દુકાન ચાર રસ્તા ખાતે આવેલ છે એમનું નામ ઇબ્રાહિમશા રેહમાનશા દીવાન ને ફ્રોડ કોલ આવતા વેપારી મૂંઝવણ માં મુકાયા હતા અને કોલ આવ્યો ત્યારે વેપારી સાથે સામેવાળા વ્યક્તિએ બેંક ની માહિતી માંગી અને વેપારીએ માહિતી ન આપતા સામેની વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી અને એમ જણાવવામાં આવ્યું કે તમારા પાનકાર્ડ આધારકાર્ડ રેશનકાર્ડ વગેરે બ્લોક કરી દેવામાં.આવશે અને મોબાઈલ ફોન પર બોલબોલી થઈ અને સામા વાળા વ્યક્તિએ કહ્યું કે તારા થી થાય તે કરીલે મારૂ કઈ બગડી જવાનું નથી ત્યાર બાદ વેપારીના મિત્રોના મોબાઈલ પર એમની બહેનોના મોબાઈલ પર મેસેજ આવ્યા કે નામે ઇબ્રાહિમશા રેહમાનશા દીવાન fraud છે repist છે ચોર છે મારા પૈસા આપતા નથી સાથે એમનો મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો હતો આ બાબત ની જાણ નસવાડી નગરમાં વાયુ વેગે પ્રસરતા નસવાડી ના નાના મોટા વેપારીઓ માં ચિંતાનો વિષય થઇ પડ્યો છે કારણ કે અવાર નવાર આવી બાબતો આપડે સાંભળતા હોઈએ છે કે બેંક એકાઉન્ટમાંથી લોકોના રૂપિયા ઓટોમેટિક ઉપડી જતા હોય છે તો આ કોઈ સાયબર ક્રાઈમ નો ગુનો ગણાય છે અને વેપારી પોલીસ સ્ટેશન માં પણ મૌખિક જાણ કારેલ છે તો નસવાડી ની જનતા નું કહેવું છે કે પોલીસ આ બાબત પર ધ્યાન દોરે અને આવા ફ્રોડ કરનારાઓ પર કાયદેસરની કાર્યવાહી કરી આનો ઉકેલ લાવે એવી ગ્રામજનોની માંગ ઉઠી છે અને તસ્વીરમાં ફ્રોડ મેસેજ આવ્યો છે તે દેખાય છે અને જે નંબર પર થી કોલ આવ્યો છે તે નંબર +821છે અને ત્યાર બાદ 56906419924,6745404081,9635899812,7478114954,8942030099 આ નંબરો પરથી મિસ કોલ પણ આવ્યા છે અને સામેથી વેપારી કોલ કરેછે તો કોઈ ઉપડતું નથી અને આમાંથી કોઈક નંબર લાગતો નથી તો વેપારીઓ આ બાબત ને લઈ મૂંઝવણ માં મુકાયા છે અને સરકાર ને વેપારીઓ વિનંતી કરે છે કે આ એક ગંભીર બાબત કહેવાય જેને પોલીસ દ્વારા આની તપાસ કરી આ ફ્રોડ લોકોને પકડી સજા કરવામાં આવે એવી નસવાડી ના વેપારીઓ નું કહેવું છે આજે ઇબ્રાહિમભાઈ સાથે થયું છે કાલે કોઈની પણ સાથે થઈ શકેછે તો કાયદેસરની તપાસ કરી આનો ઉકેલ લાવવા નસવાડી ના વેપારીઓ ની માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here