છોટાઉદેપુર નરેશ મહારાજા સ્વ.ફતેસિંહજી ચૌહાણની 100મી પુણ્યતિથિએ નગરજનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આયવી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર સ્ટેટ ના પૂર્વ રાજવી મહાપ્રતાપી, પ્રજાવત્સલ મહારાજા ફતેસિંહજી ચૌહાણ ને આજે પણ પંથકની આદિવાસી પ્રજા દેવ ની જેમ પૂજે છે. મહારાજા ફતેસિંહજી એ તેમના રાજ દરમ્યાન છોટાઉદેપુર સ્ટેટની આદિવાસી પ્રજા માટે અનેક ભગીરથ કાર્યો કર્યા છે. જેઓની યાદમાં નગરના પોસ્ટઓફિસ સામે મહારાજા સાહેબની મૂર્તિ મુકવામાં આવી છે. અહીં ની આદિવાસી વાર તહેવારે નારિયળ ચઢાવી શ્રદ્ધાપૂર્વક બાધા આંખડી માને છે. અને તેઓની માનતા પુરી થયા હોવાના અનેક પુરાવા દ્રશ્યમાન છે. વર્ષોથી પોસ્ટ ઓફિસ સામે રહેતા દીવાન પરિવારના સદસ્ય દિનેશબાપુ મહારાજા સાહેબની સેવાસુશ્રુષા કરતા આવ્યા છે. આજરોજ છોટાઉદેપુર સ્ટેટ ના પૂર્વ રાજવી મહાપ્રતાપી, પ્રજાવત્સલ મહારાજા ફતેસિંહજી ચૌહાણની 100 મી પુણ્યતિથિ હોવાથી મહારાજા સાહેબને નગરજનો દ્વારા પુષાંજલી અર્પણ કરવામાં આવી હતી. અને તેમની પ્રજાવત્સલતા , સેવાભાવનાને યાદ કરવામાં આવ્યા હતા અને મહારાજા સાહેબને આત્મીય શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here