છોટાઉદેપુરમાં હઝરત હાજીપીર મસ્તાન બાવા સાહેબનો ઉર્સ મેળો શાંતિ પૂર્વક ભરાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

નૂરાની કબ્રસ્તાન સ્થિત હઝરત હાજીપીર મસ્તાન બાવા સાહેબનો 34 મો ઉર્સ મેળો શ્રદ્ધાભેર કોમી એકલાસ ના વાતાવરણમાં યોજાયો

હાજીપીર મસ્તાન બાવા સાહેબ નો ઉર્ષ પ્રતિવર્ષ મોહરમ માસની ૨૯મી તારીખે ખૂબ જ શ્રદ્ધાભેર મનાવવામાં આવે છે જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ અનુયાયો ઉપસ્થિત રહી સદા સુમન અર્પણ કરી ધન્યતા અનુભવે છે
છેલ્લા બે વર્ષથી સરકારશ્રીની કોવિડ 19 ની ગાઈડ લાઈન ના કારણે સતત બે વર્ષ સુધી સાદગી પૂર્ણ વાતાવરણમાં ઉર્ષ કરવામાં આવ્યો હતો પરંતુ હવે કોરોના ગાઈડ લાઈન ધીરે ધીરે ઓછી થતા આ વર્ષે તારીખ 28મી ઓગસ્ટ ને રવિવારે ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ પ્રસંગે ફુલ ચાદર સંદલનો જુલુસ સોમરા મોહલ્લા ખાતેથી નીકળી જેલ રોડ કસ્બા ચાર રસ્તા થઈ દરગાહ ખાતે પહોંચ્યું હતું જ્યાં દરગાહ ખાતે ફૂલ ચાદર સંદલ પેસ કરી લોકોએ શ્રધ્ધા સુમન અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે છોટાઉદેપુર તેમજ વડોદરા ખાતેના અનુયાયો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here