છોટાઉદેપુર : જેતપુરપાવી તાલુકાના બરવાડા ગામે તેલાવ માતાના મંદિરે કાલે મેળો ભરાશે

પાવીજેતપુર,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

જેતપુરપાવી તાલુકાના બરવાડા ગામે પાંચ પાંડવ વખત નું મંદિર આવેલું છે અને અહીંયા ફાગણ સુદ અગિયારસ ના દિવસે ભવ્ય મેળો ભરાય છે અને આ મંદિરે વર્ષોથી લોકોની આસ્થા જોડાયલીછે જેતપુર પાવી તાલુકાના બરવાડા ગામે તેલાવ માતાના મંદિરે ભવ્ય મેળાનું આયોજન કરેલ છે છોટાઉદેપુર થી લઈ ભીખાપુરા કદવાલ પાવીજેતપુર સખાન્દ્રા ગૈડિયા સુસકાલ જાંબુઘોળા ખંડિયાકુવા જબુગામ વગેરે ગામના લોકો સાથે આખા છોટાઉદેપુર જિલ્લાના ભક્તો અને બીજા ઘણા જિલ્લાઓ માંથી પણ ભક્તો પધારે છે અને ત્યાંના રહીશો ના જણાવ્યા પ્રમાણે આ મંદિરની ખાસિયત એ છે કે અહીંયા દરેક ભક્તોની માનતા પુરી થાયછે જેવી કે સંતાન પ્રાપ્તી માટે કોડ ની બીમારી શારી થઈ જાય નાનુબાળક બોલતુ ના હોય તો બોલતુ થાય બાળકને સાંભળવામાં તકલીફ હોય તો સાંભળતું થાય કોઈ વ્યક્તિના માથાના વાળ ઉખડતા હોય તે સારા થાય એવી દરેક પ્રકારની બીમારી હોય અને શ્રદ્ધા સાથે માનતાઓ રાખે તો માનતાઓ અહીંયા પુરી થાય છે અને આવતી કાલે અહીંયા ભવ્ય મેળો યોજાશે જેમાં દુકાનો ની જગ્યા રોકવા માટે વેપારીઓ દૂર દૂર થી આવ્યા છે અને જગ્યા રોકી રાત રોકાણ કરશે અને આ નાના વેપારીઓ જે ફેરી કરતા હોય છે અને પોતાનું પેટિયું રડેછે એવા દુકાનદારો આવ્યા છે અને ધંધો સારો થાય એવી આશા સાથે આવ્યા છે અને દુકાનોની હારમાળા લાગી ગઈ છે અને વધારે દુકાનો શ્રીફળ અગરબત્તી ની જોવા મળી છે અને સાથો સાથ ત્યાં ધાન ચડાવવા માં આવેછે અને ત્યાં ઓરસંગ નદીને અડીને મંદિર આવેલું છે અને ત્યાં મંદિર ની આગળ નદીમાં પાણી છે અને લોકોના જણાવ્યા પ્રમાણે ત્યાંની માટીનું પણ મહત્વ એ છે કે કોઈને ચામડીની બીમારી હોય તો ત્યાંની માટી લગાડવાથી ચામડીના રોગ પણ મટી જાય છે એવી ત્યાંની માન્યતા છે અને ગામેગામના હજારોની સંખ્યામાં લોકો શ્રદ્ધા સાથે આવેછે અને માનતાઓ પુરી કરેછે અને દર્શન કરી શ્રીફળ વધેરી મેળાનો આનંદ માણે છે આ રીતે બરવાડા ગામે તેલાવ માતાના મંદિરે આવતી કાલે મેળો ભરાવાનો છે અને લોકો શ્રદ્ધા સાથે મેળામાં જોડવાના છે અને મેળાની મજા આવતી કાલે માણશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here