છોટાઉદેપુર : પાવીજેતપુર પંથકમાં ફરી તસ્કરો ત્રાટક્યા એકજ રાતમાં બે મકાનના તાડા તૂટ્યા

નસવાડી,(છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

સીસીટીવી કેમેરા હોવા છતાં તસ્કરો બન્યા બેફામ

જિલ્લામાં માં પ્રથમ સીસીટીવી કેમેરાથી સજ્જ ગ્રામ પંચાયત બની હતી..

છેલ્લા કેટલાક સમયથી તસ્કરોને જાણે છોટા ઉદેપુર જિલ્લા માં ચોરી કરવા મોકળુ મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રિ ના પાવી જેતપુર બેડા ફડ્યા માં સવાર ના લગભગ 5 વાગ્યા ના અર્ષા માં તસ્કરો એ બે મકાન ના તારા તોડી એક મકાન માથી રૂ.60 હજાર ની ચોરી કરી તસ્કરો ફરાર.જ્યારે બીજું મકાન ખાલી હોવાથી તસ્કરોને કય હાથ લાગ્યું ન હતું.સમગ્ર ઘટના બાજુના મકાન ના સી સી ટી વી માં કેદ થયેલ છે જેના આધારે પાવી જેતપુર પોલીસે તપાસ હાથ ધરી છે.
વારંવાર પાવી જેતપુર માં ચોરીઓ ના બનાવ બનતા રહીશો માં ફફડાટ જોવા મળી રહ્યો છે.બીજી બાજુ જેતપુર ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયા ના ખર્ચે ઠેર ઠેર સી સી ટી વી કેમેરા લગવામાં આવ્યા છે પરંતુ તે માત્ર સોભા ના ગઠ્યા સમાન હોય જેને લઇને ગામ ના રહીશો માં રોષ જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here