સિદ્ધપુરમાં નવીનમા – કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી પુનઃ શરૂ કરાઈ

સિદ્ધપુર,(નર્મદા) આશિષ કુમાર :-

પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખના પ્રયત્નોથી ટેક્નિકલ ખામીના કારણે સ્થગિત થયેલી મા કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી ફરી શરૂ કરવામાં આવી

સિદ્ધપુરમાં મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મા કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી છેલ્લા કેટલાક દિવસોથી ટેક્નિકલ ખામીના કારણે બંધ હોવાથી શહેર તેમજ તાલુકાના લાભાર્થીઓ ને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ત્યારે શહેરના જાગૃત નાગરિકો અને પાલિકાના નવીન કોર્પોરેટરઓ દ્વારા લાગતા વળગતા વહીવટી વડાઓ સાથે રજૂઆત કરતા હોવાનું ધ્યાને આવતાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા આ બાબતે સબંધિત અધિકારી ઓ સાથે બેઠક કરી જરૂરી કાર્યવાહી કર્યા બાદ મા કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી પુનઃ શરૂ થવા પામી છે. નાગરિકોને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મા કાર્ડ ઈસ્યુ કરવામાં આવે છે. જેમાં કાર્ડધારકને સરકાર માન્ય હોસ્પિટલ્સમાં 3 લાખ સુધીની કેસલેસ આરોગ્ય લક્ષી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પાટણ જિલ્લામાં ટેક્નિકલ કારણોસર નવા મા કાર્ડ ઈસ્યુ કરવાની કામગીરી બંધ થવા પામી હતી. જેના કારણે નવા કાર્ડ ઈસ્યુ ન થવાની સમસ્યા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતિબેન મકવાણાના ધ્યાને આવી હતી. જેઓએ આ બાબતે આરોગ્ય વિભાગ તથા અન્ય સબંધિત વિભાગના અધિકારીઓ સાથે સંકલનમાં રહી ટેક્નિકલ ખામી દૂર કરાવી હતી. આ યોજનાના લાભાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે કામગીરીનું મોનિટરીંગ પણ કરી રહ્યા છે.
સિધ્ધપુર શહેરમાં અમુક ખાસ લોકો દ્વારા સોશિયલ મીડિયામાં ગ્રુપો બનાવી પોતાની રાજકીય મહત્વાકાંક્ષાઓ સંતોષવા માટે પ્રજાજનોને મૂર્ખ બનાવવી એ એક ફેશન બની ગઈ છે.આવા કથાકથીત સમાજ સેવકોને ગત નગરપાલિકાની ચૂંટણી માં પ્રજાએ જાકારો આપી તેમની ડિપોઝિટ પણ જપ્ત કરાવી દીધી હતી તેવા લોકો આનનપાનન માં ગાંધીનગરનો પ્રવાસ ગોઠવે પછી જે-તે કચેરીની બહાર ઉભા રહી ફોટો સેશન ચલાવી આખી સરકારને જાણે હચમચાવી નાંખી હોય તેમ અમે કરાવ્યુ..અમે કરાવ્યું…ચલાવે રાખતા હોય છે પરંતુ કેટલીય બાબતોમાં તો પરિણામ શૂન્ય જ રહેતું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
હકીકતમાં અંગતહિત તેમજ રાજકિય રોટલા શેકવા અને સસ્તી પ્રસિદ્ધ માટે કરાતી કેટલીય રજૂઆતોના કારણે સિધ્ધપુરને મળવાની હોય તેવી કેટલીય સગવડો પણ રાજકીય કાવદાવાઓમાં ફસાઈ ખોરંભે ચઢી જતી હોય છે.અને જ્યારે કોઈ વિકાસ કાર્ય હાથ ધરવામાં ના આવે કે કોઈ કારણોસર પૂર્ણ થાય નહિ ત્યારે સરકાર તેમજ સિધ્ધપુરના સાચા લોકનેતાઓને વગોવવાની જાણે ફેશન બની જવા પામી છે.અહીં સત્ય એ સત્ય જ રહેશે
મા કાર્ડ જિલ્લા પંચાયત પ્રમુખની સીધી કામગીરીથી જિલ્લાભરની હોસ્પિટલો માં ચાલુ થઈ છે.જે વિગતો તપાસવાથી સુવિદિત થાય છે.આ ઉપરાંત ઓકિસજન પ્લાન્ટની મંજૂરી મળી હોવા બાબત નો પત્ર કમીશ્નર આરોગ્યનો છે.ગુજરાત સીએસઆર ઓથોરીટીને ઉલ્લેખીને જેમાં કલેકટરે સીઈઓ સાથે વાત કરી છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ છે.જેમાં સીએસઆર ને ઘટતુ કરવા ભલામણ કરેલ છે અને સીએસઆર ઓથોરીટી પાસે આવા ૩૦૦ પત્રો વેઈટીંગમાં છે.સિધ્ધપુરમાં ઓકસીજન પ્લાન્ટ સરકાર કોઈપણ કંપનીના સીએસઆર અંતર્ગત બનાવડાવશે તે ચોક્કસ છે ત્યારે અમુક સોશિયલ ગૃપો એ કરેલ રજુઆતના પગલે જ ઓક્સિજન પ્લાન્ટ આકાર પામશે તેવું ચલાવવું યથાયોગ્ય નથી.હા, સિદ્ધપુરના વિકાસ કાર્યોમાં સહભાગી બનો છો ફક્ત તે બાબત સ્વીકાર્ય છે.સરકારે દરેક જનરલ હોસ્પિટલો અને સીએચસી માટે ઓકિસજન પ્લાન્ટ મંજૂર કર્યા જ છે અને તે દરેક જિલ્લા કલેકટરોની માંગણી મુજબ બનવાના જ છે.જેમાં સાંસદ તેમજ ધારાસભ્યની માંગણીને પણ આવરી લેવાઈ છે. બીજુ સરકારે કોઈ રોગી કલ્યાણ સમિતીને ફંડ ફાળવેલ નથી કે રોગી કલ્યાણ સમિતીને પાવર પણ નથી કે તેઓ ઓકિસજન પ્લાન્ટ મંજૂર કરી શકે.માટે લોકોને ગેરમાર્ગે દોરવા યોગ્ય નથી. તેમ છતાંય રજૂઆત કરનારા જાગૃત મિત્રોનો પ્રયાસ સરાહનિય છે પણ કેટલીક બાબતોમાં અતિશયોકિતભર્યું પણ છે તે પણ સ્વીકારવું જ રહ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here