જિલ્લા વહીવટીતંત્ર, છોટાઉદેપુર દ્વારા જેતપુર પાવીમાં પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

છોટાઉદેપુર દ્વારા જેતપુર ગ્રામ પંચાયતના સહયોગથી જેતપુર પાવી, સરકારી દવાખાના ખાતે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત કાર્ડનો મેધા કેમ્પ કરવામાં આવ્યો હતું. સદર કેમ્પમાં સવારથીજ ખુબ મોટો ઉત્સાહ અને ભીડ જોવા પામી હતી. સદર કેમ્પનું ઉદ્ઘાટન જેતપુર ગામના ડેપ્યુટી સરપંચશ્રી મોંન્ટુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં જેતપુર ગ્રામ પંચાયતની ટિમ સાથે તાલુકા હેલ્થ વિભાગના પ્રયાસો દ્વારા લગભગ ૫૦૦ થી પણ વધુ લોકોએ રાજીસ્ટ્રેન થઈ ૨૭૨ લોકોને આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ મળવા પામ્યો હતો. ડેપ્યુટી સરપંચ શ્રી મોંન્ટુભાઈ એ જણાવ્યું હતું કે, આજના સમયમાં સારવાર ખુબજ મોંઘી થતી જાય છે તેવા સંજોગોમાં ગરિબ અને મધ્યમ વર્ગના લોકો માટે મોટા રોગોનો સારવાર કરાવવી ખુબજ કઠિન બની છે ત્યારે, પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ ખુબજ આશીર્વાદ રૂપ બની છે. જેતપુર પાવી તાલુકાના તમામ લોકોને રૂપિયા ૫ લાખ સુધીની સારવાર વિનામુલ્યે મળી રહે તે હેતુ થી આજે જેતપુર પાવી તાલુકા મથકે આ મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે. સરવર પ્રોબ્લેમના કારણે કેટલાક લાબર્થીઓ આજે આ કાર્ડથી વંચિત રહી ગયા છે ત્યારે, ગ્રામ પંચાયત દ્વારા લોકકલ્યાણ મેળાના માધ્યમથી આવનાર સમયમાં કોઈ પણ વ્યકતી આયુષ્યમાન કાર્ડથી વંચિત ન રહે તે દિશામાં અમે આગળ વધવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here