પાવીજેતપુરમાં સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જામી

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

પાવીજેતપુરમાં સવારથી જ શિવાલયોમાં ભારે ભીડ જામી હતી જયારે ગામ ના માધ્યમાં આવેલા નર્મેદશ્વર મહાદેવ અને ઓરસંગ નદીના કિનારે આવે બાલકનાથ મહાદેવ મંદિર માં ભારે ભીડ સાથે હર હર મહાદેવ ના નાદ ગુંજીયા તથા જલધારાય શિવ પ્રિયાય તે મુજબ ભકતો જલ, શેરડી ની રસ તેમજ વિવિધ દ્રવ્યો થી પણ શિવાજી નો અભિષેક અને પૂજા કરાઈ હતી.
પાવીજેતપુર નગરમાં મધ્યમાં આવેલા અતિપ્રાચીન અને પૌરાણિક શ્રી નર્મદેશ્વર શિવાલય આવેલ જેમાં આજના પવિત્ર તહેવાર મહાશિવરાત્રી નિમિત્તે પ્રાંત સમયે પ્રભાતફેરી મંગળા આરતી કરી મંદિરને પુષ્પો,લાઇટ ડેકોરેશન ધજા પતાકા સુશોભાન કરવામાં આવ્યા હતા જ્યારે દિવસ દરમિયાન નગરજનો દ્વારા વિવિધ પૂજન સામગ્રી થાળ લઈ શિવને રીઝવવા મગલ પ્રયાસ કરેલ હતા ત્યારબાદ સંધ્યા સમયે નગરમાં અખિલ બ્રહ્મસમાજ દ્વારા શિવજી ની પાલખી યાત્રા વાજતે ગાજતે બેન્ડવાજા સાથે ફટાકડાની ભારે આતશબાજી કરીને ગામમાં તમામ શેરીઓમાં નીકળી હતી ત્યારે નગરમાં નીકળેલ શોભાયાત્રામાં શિવ ભકતો મોટી સંખ્યામાં ઉમટયા હતા.
જ્યારે રાત્રિના સમયે ત્રખડ વિદ્વાન પંડિતો દ્વારા ચાર ત્રહેર ની મહાપૂજાનું આયોજન કરી શિવ ભકતો એ દર્શનનો લાભ લીધો હતો જ્યારે બાલકનાથ સિદ્ધિ યોગ ફાઉન્ડેશન શંકર ટેકરી દ્વારા વિવિધ ભક્તિમય ભજન સંધ્યા અને ભંડારાનું આયોજન કરી મોટી સંખ્યામાં નગરજનો એ પ્રસાદીનો લાભ લીધો હતો.
મહાશિવરાત્રી નિમિત્તે પાવીજેતપુર નગરમાં વિવિધ ધાર્મિક આયોજનથી શિવજી ની નગરી કાશી ની યાદ અપાવી ધર્મ ઉલ્લાસ અને ભક્તિ ભાવથી પાવીજેતપુર નગરનું વાતાવરણ ભક્તિમય બન્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here