બહારપૂરા ગોધરા ખાતે છેલ્લાં કેટલાંય વર્ષોથી મફત શિક્ષણ આપતું સદ્ભાવના મિશન ક્લાસ…

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

સદ્ભાવના મિશન ક્લાસ બહારપૂરા ગોધરામા છેલ્લાં કેટલાય વર્ષોથી ગરીબ અને મધ્યમવર્ગના બાળકોન મફત શિક્ષણ એક મુસ્લિમ સમુદાયના હિંદુ અને મુસ્લિમ એકતાના પ્રતીક તરીકે જાણીતાં ઈમરાન સાહેબ કોઈ નાત- જાત કે ભેદભાવ વગર લગાતાર શિક્ષણ આપી રહ્યા છે આ કલાસમા ધોરણ. 1 થી 9 વિધાર્થીઓ ભણી રહ્યા છે આ કલાસ સાંજના સમયે 5:30 કલાકે બાબા રામદેવ પીર મંદિર ખાતે ચાલે છે આમા થી કેટલાય વિદ્યાર્થીઓએ શિક્ષણ લઇ હાલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે શિક્ષકશ્રી ઈમરાન સાહેબ આવા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણ તન – મન થી ભણાવી રહ્યા છે તદુપરાંત રમત ગમત, સ્પર્ધાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધાર્મિક તહેવારો સામાજિક સેવાઓ આપી રહ્યા છે આજ રોજ બાબા રામદેવ પીર મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં એક સખીદાતા તરફથી તમામ 140 બાળકોને, સ્થાનિક લોકો અને મહિલાઓ, મારવાડી સમાજનાં અગ્રણીઓ અને આગેવાનોએ ફરી એક વાર સાબિત કરી દીધું છે કે ગોધરા શહેરમાં ઇમરાન સાહેબ એકતામાં સુવાસ ફેલાવી અહી માનવતા જાવા મળી હતી લોકોએ ફરીવાર ઇમરાન સાહેબના ધાર્મિક કાર્યક્રમ લાગણી સાથે વધાવી લીધી હતી સ્થાનિક લોકો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો લોકાના ચેહરા પર સ્મિત જોવા મળ્યું હતું.. “શિક્ષક કભી સાધારણ નહીં હોતા” ની ઉક્તિને સાર્થક કરી બતાવી છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here