પાવીજેતપુરમાં વહેલી સવારે દ્રશ્યમાન થયો હિલ સ્ટેશન માહોલ…

પાવીજેતપુર,(છોટાઉદેપુર) મુઝફ્ફર ધાબાવાલા :-

પાવી જેતપુર માં આજે સવાર માં ધુમ્મસ ધુમ્મસ થતા હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.
પાવી જેતપુર માં આજરોજ ધુમ્મસ જોવા મળતા એક અલગ નજારો ગ્રામજનો ને જોવા મળ્યો હતો જયારે પાવી જેતપુર થી પ્રસાર થતો નેશનલ હાઇવે 56 ઉપર પણ ધુમ્મસ થતા ગાડી, ટ્રક, બાઈક ફૂલ હેડ લાઈટ ચાલુ રાખી વાહન પસાર થતા હતા. જયારે ગ્રામ ના રસ્તા તથા મકાનો ધુમ્મસ ની ચાદર ઓળી હોય તેમ લાગતું હતું.
આમ પાવી જેતપુર માં આજ રોજ ધુમ્મસ પ્રસરતા હિલ સ્ટેશન જેવો માહોલ નો એસાસ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here