૭૫ માં આઝાદી અમૃત મોહોત્સવ અંતર્ગત ડભોઇ તાલુકાના સીમડિયાગામ ખાતે આપણું ગામ આપણું ગૌરવ સૂત્ર અંતર્ગત અશ્વિનભાઈ વકીલ ના અધ્યક્ષતા હેઠળ ગ્રામસભા યોજાઇ

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણું ગામ આપણું ગૌરવ હેઠળ અલગ-અલગ મુદ્દાઓ દર્શાવવામાં આવ્યા હતા જેના અંતર્ગત સીમડીયા ગામ ખાતે જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ વકીલ ના નેજા હેઠળ ખેડૂતોને અને ગ્રામવાસીઓને એકત્રિત કરી ગ્રામ સભા યોજી હતી જેમાં ગામનો એક નકશો બનાવી અને સરકારશ્રીની પ્રધાનમંત્રી કૃષિ સહાય યોજના હેઠળ 75 વૃક્ષો ઉછેરવા 75 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવી, 75 પ્રભાતફેરી ફરવી તેમજ તમામ વર્ગના લોકોની આવક વધારવી તે બાબતે તારીખ 12 ના રોજ ગ્રામસભા યોજી જેમાં પાણીનું લેવલ ઊંચું આવે અને પિયત પાક કરી શકાય તે હેતું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સાથે તમામ વર્ગના લોકોની રોજિંદી આવક વધારવા જુદા જુદા ધંધા જેવાકે કલરકામ, કડીયાકામ, કેટરિંગ,સીવણકામ ગેરેજ કામ,સુથારીકામ, નર્સરીકામ કરતા લોકોનો ગ્રુપ બનાવી તેઓનો ધંધો વધે અને ધંધાનો વિકાસ વધે તે માટે તેઓને પુરતા સાધન આપવા અને સરકારી યોજના ની સમજ આપી હતી તેમજ માન્ય વડાપ્રધાને જણાવેલ તમામ મુદ્દાઓ સમાવી લઇ આ યોજનાઓનો અમલ ડભોઈના ધારાસભ્ય શૈલેષ ભાઈ સોટ્ટાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે નું જાણવા મળ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here