છોટાઉદેપુરની ચિલરવાંટ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા મંડળી રચી વાહનો રોકી વાહન ચાલકોને માર માર્યાની ફરીયાદ છોટાઉદેપુર પોલીસ મથકે નોંધાઈ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

પ્રાપ્ત માહિતી અનુસાર છોટાઉદેપુર તાલુકાના ચિલરવાંટ ગામના સરપંચ કિશન રાઠવાની દીકરી આજથી એક માસ પૂર્વે છકડા રીક્ષામાં બેસીને મુસાફરી કરી રહી હતી જે છકડામાં મુસાફરી કરતી હતી તેમાંથી આકસ્મિક રીતે પડી જતા તેનું મ્રુત્યુ થયું હતું આ મ્રુત્યુને સંલગ્ન કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે છકડામા સવાર સરપંચની દીકરી મ્રુત્યુ પામી હતી તેની પોલીસે તત્કાલીન સમયે ધરપકડ કરી નિયમાનુસાર કાર્યવાહી પણ કરી છે છતા આ સરપંચ કાયદો હાથમાં લઈ અન્ય છકડા ચાલકોને છોટાઉદેપુર બારીયા રાજય ધોરીમાર્ગ હાઈવે ઉપર રોકી અન્ય ઈસમોને સાથે રાખી માર મારતા હોવા અંગેની માહિતી છોટાઉદેપુરની હોસ્પિટલ ખાતે દાખલ એવા ભોગ બનનાર દર્દીઓએ જણાવ્યું હતું આ રીતે સરપંચ કિશન રાઠવા કાયદાનો સરેઆમ ભંગ કરી નિર્દોષ છકડા ચાલકોને મારી દાદાગીરી કરતા હોવાનું ભોગ બનનારે જણાવ્યું હતું ભોગ બનનાર ત્રણ ઈસમો જેમણે ઢોર માર મારી શરીર ઉપર આંતરિક માર મારવામાં આવ્યા હતા તે પૈકી સીદીક સમદુ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ચિલરવાટ ના સરપંચ સામે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સરપંચ વિરૂધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here