કાલોલ પુરવઠા મામલતદારની ગેરહાજરીને કારણે કાર્ડ ધારકો પરેશાન

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલ તાલુકાના પુરવઠા મામલતદાર ને કાલોલ ગોડાઉન નો ચાર્જ હોવાથી તે નિયમિત રીતે કચેરીમાં હાજર રહી શકતા નથી પરિણામે રેશનકાર્ડ માટે આવતા કાર્ડ ધારકો ને ભારે પરેશાની ભોગવવી પડે છે કાલોલ ખાતે ગુરુવાર અને શુક્રવારે જ રેશનકાર્ડ ને લગતા કામો કરવામાં આવે છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી રેશનકાર્ડ વિભાજન, નામો કમી, નામ ઉમેરવા માટે,નવા કાર્ડ માટે આવતા ગ્રાહકો મુંઝવણમાં મુકાયા છે પુરવઠા વિભાગ ના નાયબ મામલતદાર કચેરીમાં હાજર ન હોવાથી તાલુકાના અંતરિયાળ ગામોમાં થી આવતા કાર્ડ ધારકો પરેશાન થઈ ગયા છે ત્યારે કાલોલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભૂપેન્દ્રસિહ ખેર દ્વારા આ બાબતે રજુઆત કરતા કાલોલ મામલતદાર નો સંપર્ક થયેલ નહોતો જીલ્લા પુરવઠા અધિકારી નો કોન્ટેક કરતા તેઓનો પણ સંપર્ક થયો નથી ત્યારે કાયમી અધિકારી કચેરીમાં મુકાય અથવા તમામ દિવસોમાં રેશનકાર્ડ ને લગતી કામગીરી થાય તેવી વ્યવસ્થા કરવા માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here