શહેરા નગરમાં રવિવારે બંધ રાખવાનો ફિયાસ્કો…નગરના બજારોમાં રક્ષાબંધનની ભીડ ઉભરાઇ…

શહેરા,(પંચમહાલ)
ઈમરાન પઠાણ

બહેનની રક્ષા કાજે વચનબધ્ધ રેહવાના પારંપારિક તહેવાર એવા રક્ષા બંધનના પર્વને લઈને દરેક ભાઈ વિશ્વના ખૂણે ખૂણામાથી પોતાની બહેનની રાખડીને સ્વીકારી તેની રક્ષાની સપથ લેવા પહોંચી જાય છે, જેને અનુરૂપ ૩જી ઓગષ્ટના રોજ રક્ષાબંધનનો તહેવાર હોવાથી શહેરા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના વતનથી દૂર દૂર મજુરી કામે અથવા તો નોકરી માટે ગયા હતા તે લોકો રક્ષાબંધનનો તહેવાર હોવાથી પોતાની બહેન પાસે રાખડી બંધાવવા માટે પોતાના વતન પરત આવીને શહેરા નગરમાંથી ખરીદી કરવાની આશા રાખતા હોય છે, આવા તહેવારોના સમયે શહેરા નગર પાલિકા દ્વારા એક ઓડીયો રેકોર્ડિંગ વાયરલ કરીને જાહેરાત કરવામાં આવી હતી કે રવિવારના રોજ દુકાનો બંધ રાખવામાં આવશે અને જો કોઈ દુકાન ખુલ્લી હશે તો તે દુકાનદાર સામે કાર્યવાહી કરી દુકાનને સીલ કરવામાં આવશે તેવી એક ઓડીયો વાયરલ કરી શહેરા નગરના વેપારીઓને સૂચના અપાઈ હતી, પરંતુ પાલિકાની સૂચનાનો ફિયાસ્કો કરી શહેરા નગરના વેપારીઓએ તેનું ધ્યાન ન દોરી સોમવારના રોજ રક્ષાબંધનનો તહેવાર હોવાથી તમામ વેપારીઓ દ્વારા પોતાની દુકાનો ખુલ્લી રાખવામાં આવી હતી કારણ કે બહાર ગામથી ગ્રામ્ય વિસ્તારના લોકો શહેરામાં ખરીદીના ભરોશે અન્ય સ્થળેથી ખરીદી કર્યા વિના આવતા લોકો ક્યાં જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા જાય તે પણ એક સવાલ થતો હોવાથી વેપારીઓએ પોતાની દુકાનો ખુલ્લી રાખીને બજાર ખુલ્લુ રાખ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here