છેલ્લા બે વર્ષથી વાહન ચોરીના ગુનામાં મધ્યપ્રદેશ રાજ્યના આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગનાઓ તથા ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર જીલ્લામાં ગુનો કરી નાસતા ફરતા તથા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના તેમજ જીલ્લા બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા સારૂ વી.બી.કોઠીયા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ આર.એસ.ડામોર પોલીસ સબ ઇન્સ્પકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે સબંધે એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત આધારે કવાંટ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૪૮૩/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯, ૧૧૪ મુજબ (૨) ઝોઝ પોલીસ સ્ટેશન એ પાર્ટ ૨૫/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબ ના ગુનામાં છેલ્લા બે વર્ષથી રાજ્ય બહારનો આરોપીને છોટાઉદેપુર બસ સ્ટેશન પાસેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.
 પકડાયેલ ઇસમ :-
જીનકા ઉર્ફે ઝાલમ ભાઇ ગીનાભાઇ કનેશ રહે. ડુંગરગામ પટેલ ફળીયુ તા.કઠીવાડા જી.અલીરાજપુર(મધ્યપ્રદેશ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here