બોડેલી પોલીસે અલીપુરા ચાર રસ્તા પરથી બાઈક ઉપર લવાતા વિદેશી દારૂ સાથે ઇસમ ઝડપી પાડ્યો

બોડેલી, (છોટાઉદેપુર) ચારણ એસ વી :-

બોડેલી પોલીસ અલીપુરા ચોકડી પર વાહન ચેકિંગમાં હતી તે દરમિયાન ઢોકલીયા ચોકડી તરફથી એક ઈસમ એક્સેસ ૧૨૫ મોટર સાયકલ લઈને આવતો તેવી ખાનગી બાતમી મળી હતી તે દરમિયાન તેને કોર્ડન કરી ઊભી રખાવી તપાસ કરતા એક્સેસ 125 ના આગળના ભાગે એક ભુરા કલરની બેગ બેગ મળી આવેલ જેમાં તપાસ કરતા તેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્લાસ્ટિકની બોટલો ભરેલી મળી આવેલ હતી આ દારૂના હેરાફેરી કરવા ઉપયોગ કરેલ બાઈક નંબર GJ 06 NQ 1633 અને ઈસમનું નામ પૂછતા યશકુમાર રમેશભાઈ માછી ઉંમર વર્ષ 19 રહે 04 મધુ પાર્ક સરસ પાર્ક વાઘોડિયા રોડ વડોદરા તાલુકો જીલ્લો વડોદરા દારૂની કિંમત કુલ ૩૧/૦૧૦/ રૂપિયા તેમજ મોબાઈલ ની કિંમત રૂપિયા ૫/૦૦૦/ અને દારૂની હેરાફેરીમાં ઉપયોગ લેવાય મોટરસાયકલ એક્સેસ 125 ની કિંમત રૂપિયા ૫૦/૦૦૦/ કુલ મળીને કિંમત રૂપિયા ૮૬/૦૧૦/ ના મુદ્દા માલ સાથે સ અર્થ કબજે કરેલ છે અને બોડેલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here