ચોરીના મુદ્દામાલ સાથે એક ઇસમને જડપી પાડતી ધાનેરા પોલીસ..

ધાનેરા,(બનાસકાંઠા) જાનવી રામાનંદી :-

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ કચ્છ ભુજ તથા શ્રી પુજા યાદવ સાહેબ I/C બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ તથા શ્રી ડી.ટી.ગોહિલ I/C મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદ નાઓએ વાહન તથા મીલકત ચોરી સંબંધી ગુના શોધી કાઢવા માટે કડક સુચના હોવાથી આજરોજ બી.સી.છત્રાલીયા I/C પોલીસ ઇન્સપેક્ટર ધાનેરા પોલીસ સ્ટેસન નાઓના સીધા માર્ગદર્શન મુજબ અ.હેડ.કોન્સ લાલજીભાઈ શામળાજી તથા અ.પો.કોન્સ ભીખાભાઇ જીવરામભાઇ તથા ભાવેશભાઇ કરશનભાઇ તથા અ.પો.કોન્સ ભુરાભાઈ કેવદાભાઈ તથા અ.પો.કોન્સ વિક્રમભાઈ પીરાભાઈ તથા અ.પો.કોંસ દિનેશભાઇ હેમાભાઇ તથા અ.પો.કો રમેશભાઇ નવાભાઇ તથા આ.પો.કો રમેશભાઇ કચરાભાઇ તથા અ.પો.કો સરદારસિંહ ગણેશાજી તથા અ.પો.કો ઓખજીભાઇ સવજીભાઇ પોલીસ સ્ટેશનના માણસો સાથે ધાનેરા પોસ્ટે પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન અ.હે.કો લાલજીભાઇ શામળાજી ને બાતમી હકિકત મળેલ કે ધાનેરા પો.સ્ટે પાર્ટ-એ-ગુ.ર.નં- ૧૧૧૯૫૦૧૮૨૧૧૧૧૮/૨૦૨૧ ઈ.પી.કો કલમ- ૪૫૭,૩૮૦ મુજબના* કામે ચોરીમાં ગયેલ મુદ્દામાલ ધરણોધર ગામે રહેતા માનાભાઇ સવાભાઇ માજીરાણા નાઓએ પોતાના ઘરે સંતાડેલ છે જે હકિકત આધારે સદરેના ઘરે જતા સદરહું ઇસમ મળી આવેલ અને તેના ઘરની ઝડતી તપાસ કરતાં ઉપરોક્ત ગુનામાં ગયેલ મુદામાલ ચાંદીનો કંદોરો નંગ-૧ તથા કાનમાં પહેરવાની સોનાની બુટ્ટી જોડ નંગ-૧ તથા ગળામાં પહેરવાની ડોડી તથા પગનું ચાંદીનું ઝાંઝર-૧ તથા ચાંદીની તોડી નંગ-૧ તથા ચાંદીની લકી-૧ તથા મોબાઇલ ફોન-૧ મળી કુલ કિ.રૂ.૬૨,૫૦૦/- નો મુદ્દામાલ રીકવર કરવામં આવેલ છે મજકુર ઈશમ માનાભાઇ સવાભાઇ માજીરાણા રહે- ધરણોધર તા.ધાનેરા વાળાને ને ચોરીમા ગયેલ મુદ્દામાલ ધાનેરા પો.સ્ટે લઇ આવી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here