ડભોઇ વિભાગ હાઈસ્કૂલ પ્રાંગણમાં આવેલ શહીદ સ્મારકની પારાવાર ગંદકીથી દયનીય સ્થિતિ…શહીદોનું અપમાન..!!

ડભોઇ,(વડોદરા) સરફરાઝ પઠાણ :-

આઝાદીની ૧૯૪૨ની લડતથી લઈ આઝાદી મળ્યા સુધી આઝાદી મેળવનાર ડભોઇ પંથકના આઝાદીના લડવૈયાઓનું સરકાર દ્વારા શહીદ સ્મારક જે વિભાગ હાઈસ્કૂલના મેદાનમાં કરાયેલું છે. આ શહીદ સ્મારકની આસપાસ ગંદકી ફેલાયેલી છે. નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહીદ સ્મારક આગળ જ કચરા પેટી ગોઠવી શહીદોનું અપમાન કર્યું છે. તેની ચાડી ખાય છે.
ભારતની આઝાદી મેળવવા મહાત્મા ગાંધીજી સત્ય અહીંસા દ્વારા ચલાવવામાં આવતી આઝાદીની લડત સમયે પંથકના આઝાદીના લડતના લડવૈયાઓએ તેમનું યોગદાન આપ્યું હતું અને આઝાદી મળ્યા બાદ તેઓ સામાજિક ઉત્થાનના કાર્યમાં લાગી ગયા હતા. ભારત સરકાર દ્વારા ડભોઇના આઝાદીની લડતના લડવૈયાઓની પેઢી યાદ રાખી દેશપ્રેમને જાગૃત કરવા માટે ડભોઇની વિભાગ હાઈસ્કૂલના મેદાનમાં સ્કૂલ આવનાર વિદ્યાર્થીઓ સ્મારક ને જોઈ સહિદોની યાદ અને દેશ પ્રેમ ને જાગૃત કરવા તેમજ વીર સહિદોના જીવન ઉપર થી પ્રેણા મળે તે હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા શહીદ સ્મારક બનાવવામાં આવ્યું છે જે હાલ મોજુદ છે. વિભાગ હાઈસ્કૂલના સંચાલક દયારામ કેળવણી મંડળ દ્વારા આ શહીદ સ્મારકની માવજત કરાવવી જોઈએ પણ સંચાલકોને આ હાઈસ્કૂલ ચલાવવામાં રસ નથી તેથી કોઈ ધ્યાન આપતું નથી હોવાનું બોલાય છે.
આ શહિદ સ્મારકની આસપાસ વર્ષોથી ગંદકી કચરો ફેલાયેલો છે તેમાંય હાલના નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહીદ સ્મારકની આગળ જ કચરાપેટી મુકી દેવાઈ હોઈ ચીફ ઓફિસરને નગરના સત્ય અને અહિંસાના પૂજારીઓ અને દેશ દાઝની લાગણીવાળા વ્યક્તિઓ દ્વારા ખાનગી મીલકતની જમીનમાં આવેલા શહીદ સ્મારક આગળ કચરાપેટી ગોઠવી શહીદ સ્મારકનું અપમાન કર્યું છે. તેની ટીકાઓ અને આઝાદીના પ્રેમીઓ દ્વારા નારાજગી વ્યક્ત થતી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here