ઈડર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ભોગ બનનાર કિશોરીને શોધી કાઢતી કાલોલ પોલીસ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની સૂચના અને માર્ગદર્શન મુજબ અપહરણ અને ગુમ થયેલા કિશોર-કિશોરીઓને શોધવા માટે ફોટા સહિતની યાદી બનાવી કાલોલ સિનિયર પીએસઆઇ એમ. એલ.ડામોર તથા કે.એચ. કારેના પોલીસ સ્ટાફ સાથે ગુરૂવારના રોજ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને આધારભૂત માહિતી મળેલ કે ઇડર પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ગુમ થયેલ ભોગ બનનાર કિશોરી કાલોલમાં રાજપૂતાના કંપની પાસે ઊભેલી છે તેવી માહિતીના આધારે પોલીસે સ્થળ પર જઈને ફોટા સહિતની યાદી ઓથી ખાતરી કરતા ફોટા મુજબની જ કિશોરી હોવાનું જાણતા પૂછપરછ કરતા કિશોરી જણાવેલ કે ૨૦ ફેબ્રુઆરીએ ઘરેથી નીકળી જઇ ને મઘાશર ગામે રહેતી હોવાની હકીકત જણાવતા કાલોલ પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં આવી આગળની કાર્યવાહી માટે ઇડર પોલીસ સ્ટેશનને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here