કાલોલ તાલુકાના રામનાથ ગામે રાંધણગેસનો બાટલ બ્લાસ્ટ થતા આગ ભભૂકી ઉઠતા ૨૨ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા

કાલોલ, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

મલમ કે ટ્યુબ ન હોવાથી બહાર થી લાવવાની ફરજ પડી હતી ત્યારે કાલોલ રેફરલ હોસ્પિટલ ની લાલિયાવાડી સામે આવતા લોકોમાં રોસ જોવા મર્યો હતો

કાલોલની રેફલર હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવા નિષ્ફળ સેવાના નામે ભોપાળું બહાર આવતા અનેક લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે વહીવટી તંત્ર ઉપર લોકોએ રોષ વ્યકત કર્યો હતો

કાલોલ તાલુકાના રામનાથ ગામે ગેસનો બોટલ ફાટતાં અફરા તફરીનો માંહોલ સર્જાયો હતો ગામના નાગરીકો દ્વારા બચાવ કામગીરી કરી તાત્કાલીક નજીકની સરકારી રેફલર હોસ્પિટલ કાલોલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં ઘટનામાં ઘવાયેલ ૨૨ લોકોમાં. મહિલાઓ પુરુષ સહિત બાળકોનો સમાવેશ ગેસનો બાટલો ફાટવાની ઘટના કેવી બની તેનું ચોક્ક્સ કારણ હજુ સુધી જાણી શકાયું નથી કાલોલ રેફલર હોસ્પિટલ પ્રાથમિક સારવાર આપવા નિષ્ફળ સેવા નામે ભોપાળું બહાર આવ્યું પ્રાપ્ત માહિતી મુજબ કાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવેલા દર્દીઓને દજાઈ ગયેલા ની દવા હોસ્પિટલમાં ઉપલબ્ધ ન હોવાથી તાત્કાલીક કાલોલની પ્રાઇવેટ મેડીકલ માંથી ટ્યુબ મગાવી પડી અને વધું ઘવાયેલ દર્દીઓને વધુ સારવાર ગોધરા હોસ્પીટલ ખાતે રિફર કરવામાં આવ્યાં ઘરેલું રાંધણ ગેસના બોટલમાં થયેલા વિસ્ફોટને લઇ ઘટના બની હોવાના પ્રાથમિક અહેવાલો બહાર આવ્યા છે જે મુજબ આજે સમી સાંજે કાલોલ તાલુકાના રામનાથ ગામે રાવળ ફળિયામાં રહેતા જયંતીભાઈ રાવળના મકાનમાં ઘરેલું ગેસ સિલેન્ડરની આસપાસ કોઇ અગમ્ય કારણોસર સામાન્ય આગે દેખા દિધી હતી. જેને બુઝાવવા આસપાસના રહીશો સાથે દોડી ગયા હતાં ઘટના શું હતી તે જાણવા માટે કેટલાક બાળકો પણ મકાનમાં પહોંચ્યાં હતાં ત્યારે આગે અચાનક વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં નજીકમાં રહેલો ઘરેલું રાંધણગેસનો બોટલ આગની જવાળાઓમાં લપેટાયો હતો. જે બાદ ભયંકર વિસ્ફોટ સાથે બોટલ ફાટતાં લાગેલી આગ બુઝાવવા માટે પહોંચેલા મહિલા-પુરૂષો અને નજીક ઉભેલા બાળકો ગંભીર રીતે દાઝી યાં હતાં આગની ઘટનાને લઇ અચાનક ઉભી થયેલા ગંભીર પરિસ્થિતીઓ મધ્યે સ્થાનીક નાગરીકોની સમય સૂચકતા અને રાહતકાર્યોના પગલે ભારે જહેમતો બાદ આગની જવાળાઓથી ભયંકર દાઝી ગયેલા તમામને ઘરની બહાર કાઢી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. સેવાકાર્યમાં જોતરાયે પાંચથી વધુ એમ્બ્યુલન્સ અને ફાયર સ્ટાફ માટે કાલોલ પોલીસે આગઉથી જ રસ્તાઓ ખૂલ્લા કરી દિધા હતાં દાઝેલાઓ પૈકી ૬ વ્યક્તિઓને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા ત્યાર બાદ રાહતકાર્યો પછીની કામગીરીઓ માટે કાલોલ પોલીસ ને ઘટનાની જાણકારી મળતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા

ગેસનો બોટલ ફાટતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વ્યક્તિના નામ (૧) વિષ્ણુ અરવિદભાઈ ઓળ, (૨) લાલા ભાઈ દાનાભાઈ પરમાર, (૩)જેન્તી પુજાભાઈ રાવળ, (૪) મંજુલા બેન જયંતિભાઈ રાવળ, (૫)ચંદન બેન નરવતભાઈ રાવળ, (૬)ખુમાન ભાઈ વલ્લભભાઈ પરમાર (૭)તરુણ ભાઈ શૈલેશભાઈ રાવળ (૮)મેઘા બેન વિનોદભાઈ રાવળ (૯)પારુલ બેન ભરત રાવળ (૧૦)જ્યોશના બેન લખનબેન ઓળ (૧૧) જ્યોશના બેન જેન્તીભાઈ રાવળ (૧૨) આરોહી બેન યોગેશભાઈ રાવળ (૧૩) નર્મદા બેન વિઠ્ઠલભાઈ ઓળ (૧૪) હર્ષ અમિત કુમાર રાવળ (૧૫) નવ્યા બેન યોગેશભાઈ રાવળ (૧૬)અ પતા બેન અલ્પેશ ભાઈ રાવળ (૧૭)મેહુલ મુકેશભાઈ રાવળ (૧૮) પૂનમ બેન અલ્પેશભાઈ રાવળ (૧૯) અંબા બેન શંકરભાઈ રાવળ (તમામ રહે…રામનાથ, તા. કાલોલ,જી. પંચમહાલ) ને ઈજાઓ પહોંચી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here