કાલોલ તાલુકાની સર્વોદય કોલેજ ઓફ એજ્યુકેશન,ડેરોલ ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

કાલોલ, (પંચમહાલ) ઇશહાક રાંટા :-

પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા સ્થિત સર્વોદય કોલેજ ઓફ એજ્યુકેશન,ડેરોલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી પંચમહાલના માર્ગદર્શન હેઠળ સ્વીપ નોડલ અને જિલ્લા શિક્ષણાધિકારી પંચમહાલની કચેરી દ્વારા મદદનીશ કેળવણી નિરીક્ષકની હાજરીમાં કોલેજના વિદ્યાર્થીઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફ હાજર રહ્યો હતો.

આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ માટે તમામ યુવા મતદાર મતદાન કરે, મહિલાઓને મતદાન માટે જાગૃતિ આપે અને દેશ માટે સહ પરિવાર મતદાન કરે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. સંકુલના તમામ બાળકોને આજના ડિજિટલ માધ્યમના ઉપયોગ દ્વારા ચૂંટણીકાર્ડ, મતદાર બુથ કેવી રીતે જાણી શકાય તે માટે માહિતીગાર કરવામાં આવ્યા હતા.આ સાથે અવશ્ય મતદાન કરે અને દસ મિનિટ દેશ માટે આપે તે અંગે અપીલ કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here