કાલોલ તાલુકાના મેદાપુરના નમરા ફળિયામાં જવાનું નાળુ ધોવાઈ જતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે પરેશાની

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

કાલોલના મેદાપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ થયેલ નમરા ફળિયામાં જવાના રસ્તે આવેલું નાડુ વરસાદી પાણીથી ધોવાઈ જતા ગ્રામજનોને ભારે પરેશાની નો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસા દરમિયાન નાણાની ઉપરથી પાણી વહે છે જેથી ડૂબી જવાનો અને તણાઈ જવાનો ભય રહે છે. ચાલુ સાલે વરસાદ દરમિયાન આ નાળામાં ગ્રામજનોના બકરા સામે પાર જતા રહ્યા હતા ત્યારે તેઓને પરત લાવવામાં કામજનોને ભારે પરેશાની નો સામનો કરવો પડેલો.આ રસ્તે થઈને કાલોલની સરસ્વતી વિદ્યાલયમાં અભ્યાસ કરવા જતા પાંચ થી છ જેટલા બાળકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેઓને ચાર કિ.મી સુઘી પગપાળા શાળાએ જવાની ફરજ પડી રહી છે. એક વર્ષ અગાઉ તત્કાલીન ધારાસભ્ય દ્વારા આ નાળા નું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ નવું નાળું બનાવવામાં આવ્યું નથી. નમરા ફળિયામાં મોટેભાગે આદિવાસી સમાજના શ્રમજીવીઓ વસવાટ કરી રહ્યા છે જેઓને મુશ્કેલીના સમય તથા બીમારીના સમયે ફરજિયાત પણે પગે ચાલીને ત્રણ ચાર કિલોમીટર સુધી મેન રોડ ઉપર જવાની ફરજ પડી રહી છે આ વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકો પણ ત્રણ કિલોમીટર જેટલું પગે ચાલીને સ્કૂલે આવે છે આ વિસ્તારમાં આવેલ સ્મશાન સુધી જવાનો રસ્તો પણ કંગાળ હાલતમાં છે જેથી સ્મશાન સુધી જવાના રસ્તાની પણ તાકિદે મરામત કરવાની જરૂર છે. વિકાસની પ્રાથમિક સુવિધાઓથી વંચિત એવા શ્રમજીવીઓનું આ ફળીયુ વહીવટી તંત્ર પાસે પ્રાથમિક સુવિધાઓ ઝંખી રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here