ગ્રામ વિકાસમંત્રી અને પંચમહાલ જિલ્લા પ્રભારીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જિલ્લામાં વિકાસ કાર્યોની સમીક્ષા હાથ ધરી

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

વિવિધ યોજનાઓના અમલીકરણ માટે ૧૦૦ દિવસનાં લક્ષ્યાંકો આધારિત કામગીરીની વિગતો મેળવી કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના-માર્ગદર્શન આપ્યા

ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી, અને પંચમહાલ જિલ્લા પ્રભારીશ્રી અર્જુનસિંહ ચૌહાણે જીલ્લા સેવા સદન, ગોધરા ખાતે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે વિવિધ યોજનાઓના અમલીકરણ માટે ૧૦૦ દિવસનાં લક્ષ્યાંકો આધારિત કામગીરીની વિસ્તૃત સમીક્ષા હાથ ધરી હતી. કેબિનેટ મંત્રીશ્રી અર્જુનસિંહ ચૌહાણે ગોધરા તાલુકાના ઓરવાડા ખાતે આત્મનિર્ભર ગ્રામ યાત્રાના સમાપન સમારોહમાં ઉપસ્થિત રહેતા અગાઉ ગોધરા ખાતે જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોની સ્થિતિ વિશે ઝીણવટભરી માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. આવાસોનું નિર્માણ, વન અધિકાર પત્રો, રાહત દરે અનાજ-તેલ, દિવ્યાંગ શિષ્યવૃત્તિ સહિતના લાભોનું વિતરણ, મનરેગા હેઠળ રોજગારી, રોજગારીની સ્થિતિ, ડિજિટલ હેલ્થ id, માર્ગોની મરામત કૃષિ લાભાર્થીઓને વિવિધ યોજના હેઠળ લાભોનું વિતરણ સહિતની બાબતો અંગે માહિતી મેળવતા આર્થિક સહાયના ચૂકવણી અને બાકી કામો ઝડપથી પૂર્ણ કરવા, પ્રાકૃતિક ખેતી, ગામોમાં રમતના મેદાનો તૈયાર કરવા, મનરેગા હેઠળ વનીકરણ સહિતના કામોનું સુચારુ આયોજન અંગે નિર્દેશ આપ્યા હતા. સરકાર દિવસોનું કામ કલાકોમાં પૂર્ણ કરવાના મંત્ર સાથે કાર્યરત છે ત્યારે વિવિધ વિકાસ કામો વહીવટી ગૂંચવણના કારણે મંદ ન પડે તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે જિલ્લામાં પોલીસ કામગીરી વિશે અને જિલ્લા આયોજન અધિકારીશ્રી ભાભોરે વિવિધ યોજનાકીય માહિતી અંગે પ્રભારી મંત્રીશ્રીને વિસ્તૃત પ્રેઝન્ટેશન આપ્યું હતું.
બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી સુજલ મયાત્રા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્જુનસિંહ બી. રાઠોડ, જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલ, નિવાસી અધિક કલેક્ટરશ્રી એમ.ડી. ચુડાસમા, ડીઆરડીએ ડાયરેક્ટરશ્રી તબિયાર સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here