કાલોલ નગરમાં લોકડાઉનનો લાભ લઇ ખનીજ ચોરો બેફામ બનતા…પોલીસની ચાંપતી નજરે જે.સી.બી અને માટી ભરેલા બે ટ્રેક્ટરો જપ્ત કર્યા.

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

કાલોલ પુરવઠા ગોડાઉનનો મુખ્ય આરોપી અને ગેરકાયદેસર પ્રવૃત્તિને બચાવવા અખબારની એજન્સી લેનાર જ તમામ વાહનોનો માલીક હોવાની ચર્ચાઓ….

પત્રકારત્વની આડમાં ખનન કરતા શખ્સ સામે ચોથી જાગીરના અગ્રણીઓએ સજ્જડ વાંધો લીધો….

સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે જંગ લડી રહ્યું છે ત્યારે ભારત સરકારે પણ કોરોનાના સંક્રમણને અટકાવવા લોકડાઉનનો ત્રીજો તબક્કો જાહેર કર્યો છે આ લોકડાઉનમાં વહીવટી તંત્ર કોરોના વાયરસ સામે યોદ્ધાની જેમ અડીખમ લડત આપે છે અને સમગ્ર વહીવટી તંત્રનું ધ્યાન આ બીમારીથી લોકોને રક્ષણ આપવામાં કેન્દ્રિત કર્યું છે તે તકનો લાભ લઈ કાલોલના નામચીન અને રીઢા ખનન માફિયાઓ લોકડાઉનમાં કાલોલની ગોમા નદીમાથી બેફામ રેતી,માટી કાઢી ચોક્કસ જગ્યાએ સંગ્રહ કરી પોતાની ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપી રહ્યા છે. ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પંચમહાલના મદદનીશ પોલીસ અધિક્ષક (પ્રો.) પૂજા યાદવ દ્વારા ખનન માફિયા ઉપર લગામ કસવા અને મળેલ માહિતી મુજબની વોચ કાલોલના પોલીસ સ્ટાફ દ્વારા ગોઠવતા રવિવારે સાંજના સુમારે કાલોલ-ગોધરા હાઇવે પરના શિશુમંદિર શાળાની પાછળના ભાગમાં આવેલ ગોમા નદીના પટમાં જે પટ જેતપુર સીમ સાથે જોડાયેલ છે અને જૂની બંધ થયેલ લિઝમાંથી કોઈ પણ પ્રકારની પરવાનગી કે પાસ વગર જે.સી.બી મારફતે ખાડા પાડી સાદી માટી કાઢી બે ટ્રેક્ટરોમાં ભરતા રંગે હાથે કાલોલ પોલીસે પકડી લીધા હતા જેમાં પોલીસે વાહન ચાલકોના નિવેદન લઈ કાર્યવાહી કરી છે. જે તમામ વાહનો કાલોલના પુરવઠા કૌભાંડના આરોપી સુનિલભાઈ મનુભાઈ બેલદારના (અખબારી એજન્ટ) ના હોવાનું બહાર આવ્યું છે. જોકે આ વાહનો અક્ષય નામના શખ્સને એક માંસ અગાઉ ભાડે આપ્યા હોવાનું પોલીસ સમક્ષ વાહન માલીકે જણાવ્યું હતું. કાલોલ પોલીસ સ્ટેશનમાં લાવી વજન કરાવતા ૩.૩૭૦ ટન અને બીજા ટ્રેક્ટર માં ૪.૪૭૦ ટન માટી હોવાનું જણાયું હતું. પોલીસે એન્જીન નં અને ચેચીસ નં નોંધી ખાણ ખનીજ વિભાગ ગોધરાને જાણ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે યાદી કરી હોવાનું જાણવા મળ્યુ છે.ખાણ ખનિજ વિભાગ દ્વારા આ વાહનો જ્યાથી પકડાયા તે સ્થળે જી.પી.એસ સિસ્ટમ દ્વારા માપણી કરી અત્યાર સુધીમાં ગેરકાયદેસર રીતે કરેલ ખનન થી સરકારી તિજોરી ને કરેલ નુકશાન ની વિગતો કાઢી દંડનાત્મક કાર્યવાહી કરવાની સ્થાનિકો ની માંગ છે. ઉલ્લેખનીય છે કે પોલીસે ગેરકાયદેસર રીતે ખનન કરતા પકડેલ વાહનો છોડાવવા રવિવારે રાત સુધી આ વાહન માલિકો દ્વારા પુરજોશમાં કોશિશ કરવામાં આવી હતી કેટલાય આગેવાનો ને આગળ કરી દબાણ લાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ કાલોલ પોલીસ દ્વારા કોઈ દબાણ ને ધ્યાનમાં લીધા વગર કાયદેસર કાર્યવાહી કરી હતી જેને લઈ ને કાલોલવાસીઓ દ્વારા ચોફેર થી પોલીસ ની પ્રશંશા થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here