ગુજરાત હાઇકોર્ટ દ્વારા જિલ્લા મકાન અને માર્ગ વિભાગના સ્વર્ગસ્થના વારસ વિધવા પત્નીને રિવાઇઝ પેન્શન બાકીની ગ્રેજ્યુટી અને રાજાઓના લાભો આપવા આદેશ

કાલોલ, (પંચમહાલ) મુસ્તુફા મિર્ઝા :-

પંચમહાલ જિલ્લાની ગોધરા ખાતેની કચેરીના તાબા હેઠળ ચાલતી શહેરા મકાન અને માર્ગ વિભાગ પંચાયતમાં તારીખ ૨૧/૩/૭૭થી રોજમદાર તરીકે ફરજ બજાવતા કાળાભાઈ ગોરજીભાઈ બારીયા જેવો ને તેઓને તેમની નોકરીના રસા દરમિયાન સરકારશ્રીના તારીખ ૧૭/૧૦/૮૮ ના પરિપત્ર મુજબના લાભો આપવામાં આવતા હતા જેઓને નિવૃત્તિના નિયમ અનુસાર તારીખ ૩૦/૬/૨૦૦૫ ના રોજ નોકરીના ૨૬ વર્ષ પૂરા થતા ૬૦ વર્ષે નિવૃત કરવામાં આવેલ નિવૃત્તિ સમયે તેઓને નિવૃત્તિ ને લગત રોજમદાર તરીકેની સળંગ નોકરી ઘણી જે લાભો આપવા જોઈએ તેની જગ્યાએ દસ વર્ષ કપાત કરી પેન્શન ચુકવણી કરેલ છે તેમાં ગ્રેજ્યુટી અને રજાઓના પણ નાણાં ચૂકવવામાં આવેલ ન હતા ગ્રેજ્યુટી બાકી નીકળતું દસ વર્ષનું પેન્શન રજાઓ મેળવવા અરજદારે યથાર્થ પ્રયત્ન કરવા છતાં લાભોથી વંચિત રહેલ તે અરસા દરમિયાન બાકી નીકળતા દસ વર્ષની પેન્શન ની ઝંખનામાં તારીખ ૧૮/૪/૨૦૦૯ ના રોજ અકાળે તેમનું અવસાન થતા તેમના વારસ પત્ની કોકીલાબેન કાળાભાઈ બારીયા એ ગુજરાત સ્ટેટ લેબર ફેડરેશનના પ્રમુખ એ.એસ ભોઈ નો સંપર્ક કરી નિવૃત્તિના લાભો મેળવવા માટે ફેડરેશન દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એસ સી એ નંબર૧૨૧૯૯/૨૧ દાખલ કરેલ તે કામે ફેડરેશન અને અરજદાર તરફે એડવોકેટ દિપક આર દવે હાજર રહી કેસમાં પડેલા પુરાવા આધારિત દલીલો કરેલ જે દલીલો ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઇકોર્ટના માનનીય ન્યાય મૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવ સાહેબે ગુજરનારના વારસ પત્ની કોકીલાબેન ને તેમના પતિ નિવૃત્ત થયા તે તારીખથી એટલે કે સ્વર્ગસ્થને તેઓને મળવાપાત્ર બાકી નીકળતું દશ વર્ષનું બાકી પેન્શન તફાવત તથા તેમની બાકી નીકળતી રજાઓ ગ્રેજ્યુટી વગેરે લાભો ચૂકવી આપવાનો આખરી આદેશ થતા પરિવાર લાંબા સમય પછી બાકી નીકળતા લાભો મળવાથી પરિવાર આનંદ ની લહેર…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here