પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગનો સપાટો… રોયલ્ટી પાસનો દુરુપયોગ કરનારા ચાર લીઝ ધારકોને શો કોઝ નોટિસ

ગોધરા,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

ખનીજ વિભાગની કડક કાર્યવાહીથી રોયલ્ટી ચોરોની તરફેણ કરનારાઓના પેટમાં તેલ રેડાયું… મતલબ વગરની વાતોને વેગ આપવાનો પ્રયાસ

પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા કાલોલ તાલુકાના રોયણ ગામ નજીક ગોમા નદીનીમાં આવેલ સર્વે નંબર ૧૬, ૧૭ તથા સર્વે નંબર ૯,૧૪ ની બાજુમાં ગોમા નદીમાં આવેલ વિવિધ વિસ્તારમાં આવેલી સાદી રેતી ની લીઝ ધારકોને ખનીજ વિભાગ દ્વારા સ્થળ તપાસ કરવા માટે રૂબરૂ હાજર રહેવા માટે સૂચના આપેલી ખનીજ વિભાગની સ્થળ તપાસમાં લીઝ ધારક સોકત ભાઈ ઈસ્માઈલભાઈ દુર્વેશરે ગોધરા એ તાજું ખોદકામ કરેલ નથી છેલ્લા ત્રણ માસના સમયગાળામાં પાસ પરમીટ વગર એટલે કે ઈ. રોયલ્ટી પાસ નો દુરુપયોગ કરીને સાદી રેતીની નિકાસ કરેલ છે. સાઈનબોર્ડ નિભાવેલ નથી પાકા હદ નીશાન કરેલ નથી ગુજરાત ખનીજ (ગેરકાયદેસર ખાણકામ હેરફેર અને સંગ્રહ નિવારણ) નિયમો ૨૦૧૭ ના નિયમ ત્રણનો ભંગ કરી ૬૦૫૨.૬૨ મેં.ટન સાદી રેતી રોયલ્ટી પાસ વગર નિકાસ કરેલ હોવાનું જોવા મળેલ છે જેની રકમ રૂ.૧૪,૫૨,૬૨૯/તથા ગુજરાત સરકારના તારીખ ૨૯/૧૧/૧૮ ના ઠરાવ મુજબ ગુજરાત સરકારના CMRC ૨૦૧૭ શિડયુલ ત્રણ ની જોગવાઈ મુજબ ખનીજ કિંમતના ૪૧% રૂ ૫,૯૫,૫૭૮/ વસૂલ કરવા માટે કારણ દર્શક નોટિસ આપી આ ઉપરાંત બળવંતસિંહ ભીમસિંહ પરમાર રે રોયણદ્વારા પણ રોયલ્ટી પાસ નો દુરુપયોગ કરી ૩૭૬.૫ મે.ટન સાદી રેતી ની બારોબાર નિકાસ કરતા રૂ ૯૦,૩૬૦/ અને ૪૧% મુજબ રૂ ૩૭૦૪૮/ વસૂલ કરવાની નોટિસ આપેલ છે અન્ય એક લીઝ ધારક મહેબુબભાઇ યુસુફભાઈ ગોરા રહેવાસી ગોધરા ના એ પણ ૯૩૪૫.૧૦ મે ટન સાદિ રેતી પાસ વગર નિકાસ કરી ઈ રોયલ્ટી પાસ નો દુરુપયોગ થયો હોવાનું જાહેર થયેલ છે. મુજબ રૂ ૨૨,૪૨,૮૨૪/ તથા ૪૧% મુજબ રૂ ૯,૧૯,૫૫૮/ ની કારણદર્શક નોટિસ આપેલ છે આ ઉપરાંત હુસેનભાઇ રસુલભાઇ દાંત ગોધરા દ્વારા પણ રોયણ તાલુકો કાલોલ ના સરવે નંબર ૦૯ અને ૧૪ની બાજુમાં આવેલ સાદી રેતીની લીઝ માંથી ૨૯ ઓગસ્ટ ની સ્થળ તપાસમાં ખાડા ની માપણી અંગે નો નકશો ખનીજ વિભાગની કચેરીએ જનરેટ થતા ૩૨૬૨.૪૮ મે. ટન ખનન જેમાં ૧૧૭૬ મે.ટન ઈ.પાસ દ્વારા જેથી બાકીનું ૨૦૮૬.૪૮ મે.ટન ના રૂ ૫,૦૦,૭૫૫/ તથા ૪૧% મુજબ રૂ ૨,૦૫,૩૧૦/ ની વસુલાત ની નોટીસ આપેલ આમ કુલ ચાર લીઝ ધારકોને રોયલ્ટી પાસ નો દુરુપયોગ કરી બારોબાર સાદી રેતીનું ખનન કરી નીકાસ કરવા બાબતની નોટિસ આપી કુદરતી ન્યાયના સિદ્ધાંતો મુજબ જીલ્લા ભૂસ્તશાસ્ત્રી એ બચાવ માટેની તક આપી લેખિતમાં જવાબ રજૂ કરવા જણાવતાં લીઝ નો પરવાનો લઈ રોયલ્ટી પાસ નો દુરુપયોગ કરી બારોબાર ખનીજ નું વહન કરતા ખનીજ ની નિકાસ કરતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here