કાલોલ નગરમાં ભૂખની દહેશત લોકટોળામાં ફેરવાઈ…!! મદદની આશા અંતે અફવાહ સાબિત થતા લોકો ખાલીહાથે પાછા ફર્યા…

કાલોલ,

પ્રતિનિધિ :- મુસ્તુફા મિરઝા

સહાયના ફોર્મ અને કીટ મેળવવા માટે લાઈનો લાગી કોઈ ટીખળખોર દ્વારા ગતકડું કર્યાંની શંકા..

હીરો કંપનીએ આપેલ કિટોના વિતરણ બાદ દરરોજ કિટો મેળવવા લોકોની લાઈનો લાગે છે

ભીડ દ્વારા મામલતદાર કચેરીએ કિટો લાગતા વળગતાને આપી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

કાલોલ મામલતદાર કચેરીમાં સોમવારે વહેલી સવારથી જ ગરજવાન સ્ત્રી પુરુષોની લાઈનો લાગી જતા અને અનાજની કિટો મેળવવા માટે તથા સરકાર દ્વારા સહાયના ફોર્મ આપવામાં આવે છે તે ફોર્મની માંગણી કરતા એક તબક્કે મામલતદાર કચેરીમાં લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. કાલોલ પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી પણ આ ભીડ જોઈ મામલતદાર કચેરીમાં દોડી આવ્યા હતા અને લોકોને સમજાવી બહાર કાઢ્યા હતા. કોરોના મહામારી દરમ્યાન કોઈ ટીખળખોર દ્વારા આર્થિક સહાયના ફોર્મ મામલતદાર કચેરીમાં મળે છે તેવી વાતો ઉડાડતા આ પરિસ્થિતિ ઉદ્દભવી હતી. મામલતદાર કચેરીના મહિલા જી.આર.ડી ને આ ભીડ દૂર કરતા ખાસી મહેનત કરવી પડી હતી. હીરો કંપનીએ આપેલ કિટોના વિતરણ બાદ દરરોજ કિટો મેળવવા લોકોની લાઈનો લાગે છે ભીડ દ્વારા મામલતદાર કચેરી દ્વારા કિટો લાગતા વળગતાને આપી દીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેથી હવે પછી કોઈ ખાનગી કંપનીની કિટો મામલતદાર કચેરી દ્વારા વિતરણ નહિ કરવા સુધી અધિકારીઓએ જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here