તિલકવાડાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા તિલકવાડાંના નગરજનોનું ચેકઅપ કરવામાં આવ્યુ

તિલકવાડા(નર્મદા)
વસીમ મેમણ

Tilakwada health department personnel conducted a checkup of Tilakwada townspeople
તિલકવાડાં નગરમાં કોરોનાના વધતા પ્રકોપને ડામવા માટે તિલકવાડાં આરોગ્ય વિભાગ દ્વારા સલામતીના ભાગ રૂપે 10 ટિમો બનાવીને સમગ્ર તિલકવાડાં નગરમાં ચેક અપ કરવામાં આવ્યું.

હાલ કોરોનાની મહામારી સામે સમગ્ર દુનિયા ઝઝૂમી રહી છે ત્યારે કેટલાક દર્દીઓમાં કોરોનાના લક્ષણો દેખાતા નથી છતાં તેનો ટેસ્ટ પોજેટિવ આવતો હોય છે હાલ તિલકવાડાં આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર તિલકવાડા નગરમાં ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં શરદી, તાવ સહિત સામાન્ય લક્ષણો જણાય તેવા લોકોનું ચેકઅપ કરવામાં આવ્યું તિલકવાડાં નગરમાં કોરોનાના પોજેટિવ કેસ નોંધાયા હતા જેના કારણે આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું હતું અને વધતા સનક્રમનને રોકવા માટે 10 ટિમો બનાવીને તિલકવાડાં નગરમાં 770 ઘરે જઇ 3000 થી વધુ લોકોનું થર્મલઘન વડે શરીરનું તાપમાન માપવામાં આવ્યું અને સાથે સાથે પલ્સ ઓક્સીમિટર દ્વારા શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ માપવામાં આવ્યુ.

તિલકવાડાં તાલુકાના હેલ્થ ઓફિસર ડોકટર સુબોધકુમાર અને સુપરવાઈઝર પીયૂસ પરાસરની નિગરાનીમાં 10 ટિમો બનાવી સમગ્ર તિલકવાડાં નગરમાં ડોર ટુ ડોર જઇને તપાસ હાથ ધરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here