વેજલપુરમાં કોરોના પ્રભાવિત જ્વેલર્સનું કોરોના સારવારને અંતે મોત

કાલોલ તાલુકામાં કુલ ૬૦ કેસો મધ્યે મૃત્યુઆંક ૪

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત સોનીવાળમાં રહેતા અને હાઈસ્કૂલ સામે રાગિણી જ્વેલર્સની દુકાન ધરાવતા પિનલ હસમુખલાલ સોની(ઉ.વ, ૪૯)ને તેમની ન્યુમોનિયાની અસર હેઠળ ગત ૧૫/૦૭ના રોજ કોરોના સંક્રમણથી પ્રભાવિત બનતા તેમને કોરોના સારવાર વડોદરા સ્થિત ખાનગી હોસ્પિટલમાં ચાલતી હતી. પરંતુ દુર્ભાગ્યે ખાનગી હોસ્પિટલમાં પાછલા દશ દિવસથી ચાલતી ન્યુમોનિયા પ્રભાવિત કોરોના સારવારને અંતે રવિવારે સવારે તેમનું મોત નિપજતા સોની પરિવાર અને સોની સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જે અંતર્ગત તંત્ર દ્વારા કોરોના વિધિ મુજબ મૃતકની અંતિમક્રિયા કરવાની તજવીજ હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ સાથે કાલોલ તાલુકામાં કોરોના કહેરનો કાળોકેર વર્તાતા ૬૦ કેસો પૈકી ૨૮ ડિસ્ચાર્જ અને ૨૮ એકટીવ કેસો મધ્યે મૃત્યુઆંક ૪ થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here